એસ.ઓ.જી ટીમે ગાંજો લઈ જતા બે ની પોલીસે અટકાયત કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જેમાં પોલીસે ૨ કિલો ગાંજા સાથે કુલ કિંમત રૂ.૪૫,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ઘટનામાં કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઑ.જી.સ્ટાફના માણસોએ બાતમી આધારે રાજેશભાઈ અભેસીગ વસાવા તથા પીન્ટાબેન તે રાજેશભાઈ અભેસીગ વસાવાની પત્ની રહે.નેત્રગ નોળિયા ફળિયા તા.નેત્રગ જી.ભરૂચને પોતાના કબજા ભોગવટાની બાઇક નંબર જીજે-૧૬ ઇ.ડી-૭૧૮૦ સાથે વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાજો ર કિલોગ્રામ કી.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઈલ નગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા મો.સા.નગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા.૮૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા ગાજો આપનાર સાનુદાદા રહે.ગ્રંથા તા.કુકરમુંડા જી.તાપી નાને વોન્ટેડ જાહેર કરી દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા