પીએમ પોષણ (મધ્યાહન ભોજન) અંતર્ગત સંચાલક રસોઈયા મદદનીશની રસોઈ સ્પર્ધા રેલ્વે પ્રાથમિક મિશ્ર શાળા ખાતે યોજાઇ હતી.

પીએમ પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા માનદ વેતન ધારકો જેવાકે સંચાલક રસોઈયા મદદનીશ ની રસોઈ સ્પર્ધાનું  તાલુકા કક્ષાનું ઈન્ચાર્જ નાયબ કલેકટરની સુચના અને મામલતદાર જંબુસર એ કે વસાવાના માર્ગદર્શન હેઠળ મધ્યાહન ભોજન સુપરવાઇઝર એ વી રાવળની રાહબરી હેઠળ રેલવે વિસ્તાર પ્રાથમિક મિશ્ર શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં તાલુકા શાળા ,જુમ્મા મસ્જિદ, હાજી કન્યા, હસ્તી ફળીયા, ઉર્દુ કન્યા, કપાસીયા પૂરાં, રેલ્વે પ્રાથમિક મિશ્રશાળા,  મગણાદ ,ગજેરા, સરદારનગર શાળા ,નગર પાલિકા શાળા મળી કુલ ૧૧ શાળાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

નિર્ણાયક તરીકે મામલતદાર જંબુસર એ કે વસાવા ,બીઆરસી મહેન્દ્રભાઈ, મધ્યાહન ભોજન સુપરવાઈઝર અજયભાઈ, આઇસીડીએસ સુપરવાઇઝર મીનાબેન પરમાર હેમલત્તાબેન મહેશ્વરીયા સહિત હાજર રહ્યાં હતાંદરેક સ્પર્ધકે અલગ અલગ વિવિધ વાનગી બનાવી હતી સ્પર્ધાના અંતે નિર્ણાયકો દ્વારા આખરી નિર્ણય અપાતા  ૧૧ પૈકી ૩ સ્પર્ધકો  રસોઈ સ્પર્ધામાં ઉત્તિર્ણ થયા જેમાં રેલ્વે વિસ્તાર પ્રાથમિક શાળા સંગીતાબેન મલેટે પ્રથમ  કપાસિયા પુરા પ્રાથમિક શાળા રેખાબેન સોની દ્વિતિય અને હસ્તી ફળિયા કન્યાશાળા કામિનીબેન પટેલ તૃતિય ક્રમાંકે ઉત્તીર્ણ થતા  તેઓને ઉપસ્થિતોના હસ્તે ઈનામ રૂપે ચેક વિતરણ કરાયુ હતું.

આ સ્પર્ધાનો મુખ્ય હેતુ માનદ વેતન ધારક જે પીએમ પોષણ યોજનામાં કામ કરે છે   તેમનો ઉત્સાહ વધે અનેશાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્વાદિષ્ટ અને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે  આયોજન કરવામાં આવ્યું હતું તેમ ઉપસ્થિતો દ્વારા જણાવાયું હતું.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here