૧૫૭ માં વાર્ષિકોત્સવની ઉજવણી જંબુસર હાજી કન્યાશાળાના પટાંગણમાં કરાઈ સાથે ઈનામ વિતરણ કરાયું જેમાં મોટી સંખ્યામાં બાળકો વાલીઓ હાજર રહ્યા.

હાજી કન્યા શાળા જેમાં ધોરણ એક થી આઠમાં ૩૨૬ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. શાળાના ઉત્સાહી આચાર્યા રાહુલભાઈ મોરી દ્વારા વખતોવખત બાળકો માટે શૈક્ષણિક સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરવા બાળતરુણીઓની સુષુપ્ત શક્તિને ઉજાગર કરવા આજરોજ ખુશ્બૂ હજી કન્યાકી કાર્યક્રમ ડોક્ટર રાકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

જેમાં માધવદાસજી મહારાજ શિક્ષક સોસાયટી ચેરમેન દિનેશભાઈ મકવાણા સીઆરસી બીપીનભાઈ મહિડા ઉમેશભાઈ બ્રહ્મભટ્ટ પવનભાઈ ભાટિયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને ઉપસ્થિતો ના હસ્તે દીપપ્રાગટ્ય થકી કરવામાં આવી.  પુષ્પગુચ્છ શાબ્દીક સ્વાગત શાળાના સ્ટાફ દ્વારા કરાયું હતું આ સહિત શાળાની શૈક્ષણિક સાંસ્કૃતિક તથા અન્ય પ્રવૃત્તિઓમાં ક્રમાંક મેળવી અગ્રેસર રહેલ વિદ્યાર્થીનીઓને  ઉપસ્થિત  હસ્તે ઈનામ વિતરણ પ્રમાણપત્ર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી  આ નાની બાળાઓ પોતાના જીવનકાળમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવો શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે આગળ આવી શાળા તથા પોતાના પરિવાર સમાજનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી ખુશ્બુ હાજી કન્યા કાર્યક્રમમાં નિવૃત્ત શિક્ષક પરષોતમભાઇ પરમાર જીવાભાઈ પઢીયાર વેડચ હાઇસ્કુલ આચાર્ય ઍક્શનથી હોદ્દેદારો પરિવાર હાજર રહયાં હતાં કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ સિંધા દ્વારા કરવામાં આવ્યું હતું.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here