- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જિલ્લામાં મિલ્કત સબંધી તથા વાહન ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા વાહન ચોરી ઉપર નિયંત્રણ લાવવા જરૂરી એકશન પ્લાન તૈયાર કરી વર્કઆઉટ શરૂ કરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ હતા.
જેના ભાગરૂપે આજરોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ભરૂચ શહેરમાં શીતલ સર્કલ પાસે આવેલ “શ્રી હીંગળાજ પે એન્ડ પાર્કીંગ”માંથી મીતેષકુમાર બાબુભાઇ ડાભીને ચોરીના બાઇક તથા ચોરીની બાઇકની એક ચેચીસ સાથે ઝડપી પાડયો હતો.
પોલીસે પકડાયેલ આરોપીની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેણે ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટેની એક મોટર સાયકલ નં. GJ-16-BP-3625 કિં.રૂ. ૧૬,૦૦૦/- અને મો.સા. ચેસીસ નંબર-MBLHA10CGG4A06167 જે મો.સા.રજી.નં. GJ-23-BF-9820 કિં.રૂ. ૩૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૯,૦૦૦/-ની ચોરીનો કરી હોવાનો ગુનો શોધી કાઢવામા સફળતા મળેલ છે.જ્યારે આ ગુનાનો એક આરોપી રવી ઉર્ફે બોબડા શોટ વસાવા રહે.વડોદરાને વોન્ટેડ જાહેર કર્યો હતો.આ ગુનાની વધુ તપાસ સી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પકડાયેલ આરોપી ડોપ્લોમા મીકેનીકલનો અભ્યાસ કરેલ છે તથા ફાયર સેફ્ટીનો ૩ વર્ષેનો કોર્ષ કરેલ છે. તેમજ છેલ્લા છ વર્ષ થી ભરૂચ શહેરમાં શીતલ સર્કલ પાસે “ શ્રી હીંગળાજ પાર્કીંગ સ્ટેન્ડ” નામથી વેપાર ધંધો કરે છે.