હરિધામ સોખડા ખાતે બે સંતોના જૂથો વચ્ચે ચાલતા વિવાદ બાબતે આજે આમોદમાં મામલતદારને આત્મીય સમાજ દ્વારા આવેદનપત્ર આપી પ્રેમ સ્વરૂપસ્વામીને કોઠારી પદેથી દૂર કરવા તેમજ ત્યાગવલ્લભસ્વામીને હરિધામથી દૂર કરવા માંગ કરવામાં આવી હતી.
આમોદ નગર તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં આત્મીય સમાજના ભાઈઓ બહેનોએ આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલને આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહી પ્રગટ ગુરુ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય,પ્રબોધ સ્વામી મહારાજની જય,આત્મીય સમાજની જય નો જયકારો બોલાવ્યો હતો.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હરિધામ સોખડાના કેમ્પસમાં ત્યાગવલ્લભસ્વામી અને તેમના જૂથ દ્વારા પરાણે પ્રેમસ્વરૂપસ્વામીનો અનુગામી તરીકે સ્વીકારવા માટે સંતો તેમજ સેવકોને દબાણ કરવામાં આવે છે.તેમજ કેમ્પસમાં હરિભક્તોને હળવા-મળવા ઉપર દેખરેખ રાખવી,મોબાઈલ બંધ કરાવી દેવા,ગાડીઓનો સામાન ચેક કરવો,પાસપોર્ટ જપ્ત કરી લેવો.પ્રેમસ્વરૂપસ્વામી અને ત્યાગવલ્લભસ્વામીએ મનસ્વી નિર્ણયો લઈને ગુરુ હરિ પ્રસાદ સ્વામીની આત્મીયતાની પ્રતિભા અને સંસ્થાને ખૂબ જ હાનિ પહોંચાડી છે.આ બાબતે સરભાણના મયુર ભગતે જણાવ્યું હતું કે ત્યાગ વલ્લભસ્વામીએ એક તરફી વલણ દાખવીને પ્રેમસ્વરૂપસ્વામીને જ સર્વેસર્વા બનાવવામાં આવતા વિવાદ કરીને સંતો,સાધકોને ટોર્ચર કરવામાં આવી રહયા છે. તેમજ મંદિર પરિસરમાં અસામાજીક તત્વોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.પ્રબોધસ્વામી અને તેમના સંતોને ત્રાસ અપાઈ રહ્યો છે. અનુજ ચૌહાણ નામના યુવકને માર મારવામાં આવતા સંતો સામે કાર્યવાહી કરવામાં આવે. પ્રેમસ્વરૂપ સ્વામીને આગળ કરવાનું સુનિયોજિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ