ભરૂચના રંગ કુટીરમાં યોજાયો રંગોનો ઉત્સવ ફાગ રસીયા

0
491

ભરૂચની રંગ કુટીર સોસાયટીમાં અખીલ શાહના ઘર આંગણે ફાગ રસીયાનું આયોજન શ્રી વલ્લભ મિત્ર પરિવારના સહયોગ્થી કરવામાં આવ્યું હતું.જેમાં અબાલ વૃદ્ધ સૌ મન મુકીને ફાગ ખેલી રસીયામાં ઝુમ્યા હતા.

વ્રજનો વસંતોત્સવ તેમના વૈભવ ઉલ્લાસ તથા અનેક વિધતાને કારણે સમગ્ર ભારતમાં સુપ્રસિદ્ધ છે. આ તહેવારમાં રાધા તથા કૃષ્ણની વિશુદ્ધ પ્રેમની અભિવ્યક્તિ તથા અનોખું રૂપ પ્રતિબિંબિત થાય છે. ફાગ ખેલીને રસિયા ગવાય છે. ત્યારે આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ દ્રષ્ટિગોચર થાય છે.

વ્રજમાં ફાલ્ગુની અષ્ટમીથી જ વાતાવરણમાં પ્રસન્નતાના રંગો છેક ફાગણ વદ પાંચમ સુધી લહેરાતી રહે છે. હોળી-ધુળેટીના આ તહેવાર રાધા તથા શ્રીકૃષ્ણની વિશુધ્ધ પ્રેમના રુપ તથા તેમની અનોખી અભિવ્યક્તિને પ્રતિબિંબિત કરે છે. ‘ભાગવત પુરાણ’માં જણાવ્યા અનુસાર શ્રીકૃષ્ણને યુવાવસ્થામાં આત્મન્યૂનતા સતાવતી હતી કે રાધા ખૂબ ગોરી છે. અનેતે પોતે શ્યામ વર્ણના હતા. કનૈયાએ પોતાની મા યશોદા પાસે શંકા વ્યક્ત કરી કે રાધા ગોરી છે, તો તે મારા શ્યામ વરણને પસંદ કરશે કે નહીં? ત્યારે યશોદાએ સલાહ આપી ‘તું રાધાને રંગી દે, તેને પણ શ્યામ વર્ણની બનાવી દે..!’ આ સલાહ માનીને શ્રીકૃષ્ણે રાધા પર રંગ ઉડાડયો. એવું મનાય છે કે શ્રીકૃષ્ણ-રાધા વચ્ચેની આ હોળી આ દિવસ બાદ રંગોત્સવનો પ્રારંભ થયો.

કૃષ્ણના અષ્ટસખા કવિઓએ હોળીના ઉત્સવનું તેમનાં પદોમાં વિસ્તૃત વર્ણન કરે છે. વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો અને હવેલીઓમાં એક મહિના સુધી હોળીનાં પદો ગવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here