ભરૂચમાં મહારાષ્ટ્રીયનોએ શ્રદ્ધા પૂર્વક ગુડી પડવા પર્વની કરી ઉજવણી(VIDEO)

0
62

ચૈત્ર મહિનાની શુક્લ પ્રતિપદાને ગુડી પડવા કે વર્ષ પ્રતિપદા કહેવામાં આવે છે . આ દિવસે હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે . ભગવાન બ્રહ્માએ આજના દિવસે સુષ્ટિનું સર્જન કર્યું હતું . ભગવાને આ દિવસે પ્રતિપદા તિથિને સર્વોત્તમ તિથિ કહી હતી . તેથી તેને સૃષ્ટિનો પ્રથમ દિવસ પણ કહે છે .

સૃષ્ટિનાં પ્રથમ પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે . ગુડી આજે રાજપીપળા સહિત ભરૂચ જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયનોએ આજે ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ગુડી પાડવા પર્વની ઉજવણી કરી હતી . મહારાષ્ટ્રીયનોએ નવા વસ્ત્રો પરિધાન કરી ઘરના ઉંબરે ગુડીને શણગારી પૂજન કર્યું હતું . મહારાષ્ટ્રીયન સ્ત્રીઓએ પોતાની પારંપારિક પોશાક નવવારી સાડી પરિધાન કરી પુરુષોએ કુર્તા પાયજામા પહેરી ગુડી પૂજન કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here