ભરૂચ-નર્મદા જિલ્લા સહીતના ગ્રામ્ય પંથકમાં શનિવારે સાંજે પોણા આઠેક વાગ્યાના અરસામાં જોરદાર ગતિએ આકાશ માંથી સળગતો (ઉલ્કા) જેવો પદાર્થ પૃથ્વી તરફ આવતો હોવાના દ્રશ્યો જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું અને અનેક લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હોય સળગતા પદાર્થનો વિડીયો સોશ્યલ મિડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ગત શનિવારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં નર્મદા-ભરૂચ જિલ્લા સહિતના કેટલાક વિસ્તારોમાં આકાશમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આકાશમાં ઉડતા રોકેટ ગતિએ કોઈ પદાર્થ સળગતો પૃથ્વી તરફ આવતો હોય તેવું દ્રશ્ય જોવા મળતા લોકોમાં કુતુહલ વચ્ચે આશ્ચર્ય જોવા મળ્યું હતું અને કોઈ ફાયટર પ્લેન કે પછી ઉલ્કા જેવો પદાર્થ હશે તેને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. જોરદાર ગતિએ પૃથ્વી તરફ પડતો અગન ગોળો અવકાશીય કાટમાળ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.
આપને અહીં જણાવી દઈએ છીએકે, રાજ્યના અનેક જિલ્લાઓમાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળી છે અને લોકો પોતાના મોબાઈલ ફોનમાં વીડીયો ઉતાર્યો છે જે હવે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. જોકે આ ગોળાને લીધે કોઇપણ સ્થળ પર નુકશાની અંગેના અહેવાલ સામે આવ્યા નથી.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)