ભરૂચ સિવિલ હોસ્પિટલ ના નાકરાણી અને એમ.જે.સોલંકી ના કોન્ટ્રાક્ટ માં 7 વર્ષ ઉપરથી ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓને કોન્ટ્રાકટ પૂરો થતા નવા કોન્ટ્રાકટમાં ન સમાવી અચાનક છુટા કરી દેવાતા ઘરના ચુલાની ચિંતાએ જાણેકર્મચારીઓ પર આભ તૂટી પડ્યું.
કોરોના જેવી મહામારી હોઈ કે કોઈ પણ જીવલેણ બીમારીઓ આવી પરિસ્થિતિમાં પણ ખંત પૂર્વક ફરજ બજાવેલ 60 જેટલા કર્મચારીઓને કોઈ પણ ભૂલ વિના માત્ર કોન્ટ્રાકટ પૂરો થતાં છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં નિરાશા છવાઇ છે.
કર્મચારીઓને છુટા કરાતા આજરોજ વાલ્મિકી સમાજ ના આગેવાનો ધર્મેશભાઈ મહિડા,દિનેશ સોલંકી, ધર્મેશ સોલંકી તેમજ સિવિલ હોસ્પિટલ માંથી છુટા કરાયેલ કર્મચારીએ ભેગા મળી ભરૂચ સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. એસ.આર.પટેલ તેમજ આર.એ.પી.એલ ના ગોપી મેખિયાને રૂબરૂ મળી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ માં કામ કરતા કર્મચારીઓ ને છુટા કરેલ છે. તેમને ફરીથી ફરજ પર લઈ લેવા વિનંતી કરી હતી. પરંતુ તેમને પણ ૭ દિવસનો સમય માંગી વાતને ટાળતા તમામ કર્મચારીઓ સિવિલ પટાંગણમાં જ ધરણા પર બેઠા હતા અને ધર્મેશ સોલંકીની રાહબરી હેઠળ પોતાની વ્યથાની લેબર કમીશ્નરને પણ રજૂઆત કરી હતી.