ભરૂચમાં પોસ્ટ કર્મીઓની હડતાળ બાદ સિસ્ટમ અપગ્રેડ ના કારણે તમામ નાંણાકીય કામગીરી બંધ રહેશે. પહેલા હડતાળ અને હવે માર્ચ એન્ડિંગના પગલે પોસ્ટમાં કામકાજ બે દિવસ બંધ રહેતા લોકો સહિત સિનિયર સિટીઝનો મુંઝવણ્માં મુકાયા હતા.
આ અંગે એક મુલાકતમાં ભરૂચ પોસ્ટ સર્કલ ના પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ આર.બી.ઠાકોરે જણાવ્યું કે પોસ્ટ ઓફિસમા માર્ચ એન્ડીંગ બાદ પહેલી એપ્રિલ થી બે દિવસ સુધી સિસ્ટમ અપગ્રેડ ના કારણે નાંણાકીય કામગીરી બંધ રહેશે અને ભરૂચ સહિત સમગ્ર દેશમા આ પ્રિક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન સેવા કેસ ડીપોઝીટ અને કેસ વિડ્રૉલ સેવા બંધ રહેશે પણ જેમની પાસે એટીએમ કાર્ડ હોય તેઓ એટીએમ સુવિધા નો લાભ લોકો લઈ શકશે. તેમ જણાવવા સાથે સિનિયર સિટીઝનોને નાહકનો ધક્કો ન ખાવા અપીલ કરી હતી. એક બાજુ હાલ થયેલ પોસ્ટ કર્મચારીઓની બે દિવસની હડતાળ અને હવે નવા નાંણાકીય વર્ષના પ્રારંભે જ બે દિવસ નાંણાકીય સુવિધા બંધ સાથે રવિવારની રજા જેથી પોસ્ટ ના ગ્રાહકોને તેમજ પેન્સન ધારકોને હાલાકી પડશે તે નક્કી છે.