સોશ્યલ મીડિયા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નાયબ કલેકટર નિલેશ દુબે નાં આદિવાસી સમાજ ની લાગણી દુભાય તેવો ઓડિયો વાયરલ થતાં આદિવાસી સમાજ દ્વારા ગુજરાત માં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
કેવડીયા વિસ્તારનાં ગામોમાં લોકો રાજકીય પક્ષાપક્ષી છોડી સમાજ ની એકતા માટે રોડ પર ઉતરી નિલેશ દુબે હાય હાય ના નારા લગાવ્યા અને પુતળા દહન કરી , તેમની ઉપર કાનુની કાર્યવાહી, ગુજરાત સરકાર તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી તત્કાલ હટાવવા ની માંગ કરી રહ્યાં હતાં.
સ્ટેચ્યુ ઓફ યુનિટી માં કામ કરતા તમામ કર્મચારીઓ કેવડિયા બંધ માં જોડાયાં અને શનિ-રવિવાર તમામ કામો નો બહિષ્કાર કરી રહ્યા છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા