વાગરા તાલુકાના વછનાદ ખાતે ગુજરાત માનવ સેવા સમાજના સહયોગમાં ગ્રામ પંચાયત ઘ્વારા ચક્ષુ નિદાન કેમ્પ યોજાયો હતો.
વછનાદ ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન પ્રવિણસિંહ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ ગીતાબેન પરમાર, ગામના આગેવાન પ્રવિણસિંહ ચૌહાણ, પરાક્રમસિંહ ચૌહાણ, રઘુવીરસિંહ ચૌહાણ, ધનજીભાઈ પરમાર, સત્યમસિંહ ચૌહાણ, હરવિંનસિંહ ચૌહાણ તથા ગુજરાત માનવ સેવા સમાજના પ્રમુખ તારક પરમારની હાજરીમાં ચક્ષુ નિદાન કેમ્પનો શુભારંભ થયો હતો. વછનાદ ગામના 63 જેટલા ગ્રામજનોએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં જરૂરિયાત મંદોને માત્ર 60 :00 રૂપિયામાં નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા.