આજરોજ જંબુસરના કનગામ ખાતે માહ્યાવંશી સમાજના સ્મશાનમાંથી વૃક્ષો કાપવા મુદ્દે ભરૂચ કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું.
જંબુસર તાલુકાના કનગામ માહ્યાવંશી સમાજના આગેવાનોએ જીલ્લા કલેકટર કચેરી ખાતે સ્મશાનમાંથી વૃક્ષો કાપવાની હરાજી રદ્દ કરવા મુદ્દે એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગામની સીમમાં વર્ષોથી માહ્યાવંશી સમાજનું સ્મશાન આવેલું છે જે સ્થળે બાવળ અને અન્ય વૃક્ષોનું વાવેતર કરવા સાથે વૃક્ષો આપમેળે ઉગી નીકળ્યા છે જે વૃક્ષોને કાપવા માટે ગ્રામ પંચાયત દ્વારા સમાજના આગેવાનોની મંજુરી લીધા વિના હરાજી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અને વૃક્ષો ગ્રામ પંચાયત અને વન સરક્ષંક વિભાગ દ્વારા કાપવામાં આવનાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ હરાજી રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.