ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં મકાન ધરાશાયીની ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના પરિવારને વળતર આપવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપના સફાઈ કામદાર સેલના સભ્ય કિરણ સોલંકી સહિતના આગેવાનોએ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-૨૧મી માર્ચના રોજ ભરૂચના લીમડી ચોક વિસ્તારમાં મકાન ધરાશાયીની ઘટનામાં મૃત્યુ દલિત પરિવારના ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. જે મામલાની ગંભીર નોંધ લઇ મૃતકોના પરિવારને તાત્કાલિક સહાય કે વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.