• ૧૨૦ જેટલા રક્ત યુનિટ એકત્ર કરાયા

વિલાયત જીઆઈડીસી માં આવેલ જુબીલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન, રેડક્રોસ બ્લડ બેંક અને રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરીના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો.આ કાર્યક્રમમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ૧૨૦ જેટલા રક્ત યુનિટ નું દાન કરી કોઈકના જીવન જ્યોત સળગાવવાનું અહમ કાર્ય કરી ધન્યતા અનુભવી હતી.

રક્તદાન શિબિરમાં કંપનીના હેડ એચઆર અતુલ દધીચ,સાઈટ હેડ અતુલ શર્મા તેમજ રોટરી કલબ નર્મદાનગરીનાં પ્રમુખ નિર્મલસિંહ યાદવ,સેક્રેટરી વિજય ચૌહાણ તેમજ ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર સૌરભ ચક્રવર્તી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સાઈટ હેડ અતુલ શર્મા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી તેમની સેવાને સરાહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here