The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે શહિદ દિનની ઉજવણી કરાઈ

ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બિટ્રીશ શાસનનો અંત લાવવાનાં ઉદેશ સાથે ચલાવવામાં આવેલ ઐતિહાસિક લડતમાં પોતાનાં જાન ન્યોછાવર કરનાર શહિદોના માનમાં આજ રોજ શહીદ દિનની ઉજવણી જન શિક્ષણ સંસ્થાન અને નહેરૂ યુવા કેંદ્ર ભરૂચનાં સંયુકત ઉપક્રમે જે એસ એસનાં કેમ્પસમાં કરવામાં આવી. આ પ્રસંગને અનુરૂપ નિબંધ સ્પર્ધા વિષયો અનુક્રમે સ્વતંત્રતા ચળવળનાં ક્રાંતિકારીઓ, ભારતની આઝાદીનાં લડવૈયા અને તેમનું બલિદાન, સ્વતંત્રાની ચળવળમાં ગુજરાતની ભૂમિકા ઉપર યોજવામાં આવી.

નિબંધ સ્પર્ધામાં ભાગ લિધેલ સ્પર્ધકો પૈકી પ્રથમ ક્રમાંકે સોલંકી અંજલીબેન નિમેષભાઈ, દ્વિતિય ક્રમાંકે શેખ કૌશરબાનું અ.રઝાક અને તૃતીય ક્રમાંકે વસાવા રોશનીબેન સુરેશભાઈ વિજેતા થતા તેમને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા. આ પ્રસંગે નહેરૂ યુવા કેંદ્ર ભરૂચના દિવ્યજીત સિંહ ઝાલાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી સૌને ઐતિહાસિક ચળવળનાં ક્રાંતિકારિયો, લડવૈયાઓ અને શહિદોની યાદતાજી કરાવી હતી. જે.એસ.એસ. ભરૂચનાં લાઈવલી હૂડ કો.ઓર્ડિનેટર શ્રીમતિ ક્રિષ્નાબેન કથોલીયા દ્વારા સ્વાગત પ્રવચન આપી જણાવ્યું કે, ભારતીય સ્વરાજયની ચળવળ એક જન સમૂહ આધારીત આંદોલન હતુ જેમાં સમાજના વિવિધ વર્ગનાં સહભાગી હતા. આ ચળવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રીયા પણ થઈ હતી. જેમાં શહિદોનો અગ્રેસર ભાગ હતો.

કાર્યક્રમમાં જે.એસ.એસ તાલીમાર્થીઓ, રિસોર્સ પર્સન સ્ટાફ ગણ હાજર રહયા હતા. કાર્યક્રમનું સફ્ળ સંચાલન શ્રીમતી હેતલબેન પટેલે કર્યુ હતુ. અંતે આભાર દર્શન કરી કાર્યક્રમની સમાપ્તી કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!