ભરૂચ મુન્શી મહિલા બી.એડ. કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઇ

0
430

રાષ્ટ્રીય વિજ્ઞાનદિવસની ઉજવણી મુન્શી મહિલા બી.એડ.કોલેજ, ભરૂચ પરમલોક વિજ્ઞાન કેન્દ્ર સંલગ્ન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ અને મુન્શી મહિલા બી.એડ. ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એફ.વાય.બી.એડ અને એસ.વાય.બી.એડ.ના કુલ ૮૦ તાલીમાથીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મેહમાન તરીકે MMMCT ના CEO જનાબ દુકાનદાર સુહેલસર , પરમલોક વિજ્ઞાનકેન્દ્રના કો – ઓર્ડિનેટર કેશાબેન પ્રજાપતિ અને MMMCT ના વહીવટી અધિકારી મો.આસીફ મન્સુરી ઉપસ્થિત રહયા હતા.તેમજ સમગ્ર કાર્યક્રમના કન્વીનર અદિતીબેન શુકલ નિર્ણાયક દિપ્તિબેન અને જૈબુન્નીશાબેને સફળ સંચાલન કર્યું હતું.

આ કાર્યક્રમમાં વિજેતા બનેલ ફાજલ અનીકા એન . એસ.વાય.,પટેલ આતકા અસલમ એફ.વાય.,પટેલ શમામા એસ.વાય બી.એડ.ને મેડલ અને પ્રમાણપત્ર પણ મહાનુભવોના હસ્તે એનાયત કરાયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here