The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

દેડિયાપાડા તાલુકામાં MLA ઉપવાસ કરશે એ અહેવાલ અંગે જિલ્લા આયોજન વિભાગે કરી સ્પષ્ટતા

દેડિયાપાડા તાલુકામાં ૭ દિવસમાં ફાયર ટેન્ડર ન ફળવાય તો MLA ઉપવાસ કરશે એ વિષેના અખબારી અહેવાલ અંગે જિલ્લા આયોજન અધિકારી દ્વારા જરૂરી સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, દેડીયાપાડાના ધારાસભ્ય દ્વારા વિકાસશીલ યોજનાની વર્ષ-૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ની બચત ગ્રાન્ટમાંથી દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓ માટે રૂા.૩૦-૩૦ લાખની ફાયર બ્રિગેડની ગાડીઓ મંજુર કરવા માટે ભલામણ કરવામાં આવેલ છે.

પરંતુ સામાન્ય વહીવટ વિભાગનાં  ઠરાવ ક્રમાંક: વજઅ/૧૫૨૦૧૯-૨૮૨-ય, તા-૧૮/૧૦/૨૦૨૧ માં સૂચવ્યા મુજબ વર્ષ-૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ની જોગવાઈની રકમ હેઠળનાં કામો તા. ૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં શરુ કરી દેવા અને તા-૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં ચૂકવણી કરવાની મર્યાદા આપેલ છે. પરંતુ ધારાસભ્યની રજૂઆત ઉક્ત ઠરાવમાં દર્શાવેલ સમય મર્યાદા બાદ મળેલ હોઈ તેને મંજુર કરવા બાબતે કોઈ કાર્યવાહી કરી શકાશે નહિ તે અંગે જિલ્લા આયોજન કચેરીનાં પત્ર ક્રમાંક જઅમ/બચત રકમ/૬૨૮/૨૦૨૨ તા-૧૬/૦૩/૨૦૨૨ થી આ બાબતે ધારાસભ્યને વાકેફ કરવામાં આવેલ છે.

ધારાસભ્યની આ રજૂઆત બાબતે જરૂરી નિયમોનુસારની દરખાસ્ત તૈયાર કરી  ટૂંક સમયમાં થનાર વર્ષ-૨૦૨૨-૨૩ નાં આયોજનમાં ધ્યાને લેવામાં આવશે તે અંગેની જાણ પણ  જિલ્લા આયોજન અધિકારીશ્રી દ્વારા ધારાસભ્યને કરવામાં આવેલ છે. વધુમાં વિકાસશીલ તાલુકા યોજના વર્ષ-૨૦૨૧-૨૨ નું રૂા.૪.૦૦ કરોડનું આયોજન કોવીડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેડિયાપાડા અને સાગબારા તાલુકાની સ્થાનિક આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા માટે કરવામાં આવેલ હતું. જેને પ્રભારી સચિવ તથા પ્રભારી મંત્રી દ્વારા મંજુર કરવામાં આવેલ હતું. જેની રાજ્યકક્ષાએથી નોંધ લઈ સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં નર્મદા જિલ્લાની રાહે આયોજન કરવા ઉચ્ચકક્ષાએથી ભલામણો કરવામાં આવેલ હતી. સદર આયોજનની  ૧૦૦ % વહીવટી મંજુરી અને ગ્રાન્ટ ફાળવણી જિલ્લા આયોજન કચેરી દ્વારા કરવામાં આવેલ છે. સદર બાબતે અમલીકરણ અધિકારી દ્વારા રાજ્યકક્ષાની ખરીદ સમિતિ સમક્ષ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી ખરીદી કરવા માટે મંજુરી અર્થે દરખાસ્ત કરવામાં આવેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!