આમોદ તાલુકાના સરભાણ ગામે કાર્યરત સ્વ સહાય જૂથના મહિલા મંડળની બહેનો ની આજીવીકા માટે મંજોલા ખાતે પ્રેરણા મુલાકાત કરવામાં આવી.
સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે બહેનો પોતે આજીવિકા મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં છે અને સ્વસહાય જૂથની બહેનો વિવિધ ગૃહ ઉદ્યોગો થકી આજીવિકા મેળવી સ્વનિર્ભર બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વિવિધ સંસ્થાઓ દ્વારા બહેનોને સ્ત્રીસશક્તિકરણ સંરક્ષણ કૃષિ તથા પશુપાલન સહિત આજીવિકાના વૈકલ્પિક સ્રોતો વિકસાવવાની પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
જ્યારે એસએમપી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ધર્મિષ્ટાબેન પટેલ દ્વારાઆમોદ તાલુકામાં મહિલાલક્ષી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે તેઓ દ્વારા સરભાણ ગામની સ્વસહાય જૂથની મહિલાઓ માટે નવરચના મહિલા વિકાસ ટ્રસ્ટ તથા કેન ઓઇલ એન્ડ ગેસ ના સહયોગથી મંજોલા ખાતે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રવાસ દરમ્યાન મહિલા મંડળની બહેનોને ગોબરમાંથી ધૂપ અને હવન માટે છાણા ધૂપસળી ધૂપ કુંડી કોડિયાં કેવી રીતે બનાવવા તે અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.
આ વિવિધ વસ્તુઓ બનાવવા માટે વપરાતાં દ્રવ્યો માત્રા તથા તેના ઉત્પાદનમાં જરૃરી ચીજવસ્તુની માહિતી આપવામાં આવી જે બાદ બહેનોને મનમાં ઉદભવતા પ્રશ્નો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.બહેનોએ ઉત્સાહપૂર્વક પ્રેરણા પ્રવાસનો લાભ લીધો અને પોતાના અનુભવો વર્ણવી આયોજકોનો આભાર માન્યો હતો.આ પ્રવાસ દરમ્યાન નવરચના મહિલા વિકાસ ટ્રસ્ટ પ્રતિનિધિ વિપુલભાઈ તથા ધર્મિષ્ઠાબહેન પટેલ હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર