ભરૂચના અયોધ્યા નગરમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.12 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
મૂળ બિહારના અને હાલ ભરૂચના અયોધ્યા નગરના મકાન નંબર-3065માં રહેતા શ્રવણકુમાર શ્રીવાલક શાવ ગત તારીખ-13મી માર્ચના રોજ પોતાનું મકાન બંધ કરી વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં પૌત્રની સારવાર ચાલતી હોય ત્યાં ગયા હતા.
તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 3.12 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.