ભરૂચ ખાતે નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ નવસારી કૃષિ યુનિવર્સિટી ના ડૉ. આર.ડી.પંડયા ના અધ્યક્ષસ્થાને એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઈ હતી.ત્યારબાદ કૃષિ વિદ્યાલય ના ડો.ભટ્ટ દ્વારા શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તબક્કે ભરૂચ એગ્રીકલ્ચર કોલેજના પ્રાધ્યાપક ડૉ. પાઠકે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓ ના પાંચ લક્ષણો તેમજ ભરૂચ કૃષિ મહાવિદ્યાલય માં છાત્રો ને શૈક્ષણિક,રમત-ગમત તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે રહેલ વિવિધ તકો વિશે સવિસ્તાર છણાવટ કરી હતી.જ્યારે ડો.એ.ડી.રાજે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી પૂરી પાડી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ પ્રસંગે ભરૂચ કૃષિ મહાવિદ્યાલય ના પ્રિન્સિપાલ ડો.ડી.ડી.પટેલે પોતાના લાક્ષણિક અંદાઝમાં પ્રેરણાદાયક પ્રવચન થકી છાત્રો નું નૈતિકતા,ચારિત્ર્ય અને પ્રામાણિકતા દ્વારા સર્વાંગિક વિકાસ કરવા આહવાહન કરાયું હતું. સાથે જ આ કોલેજ વિદ્યાર્થીઓ નું ઘડતર કરશે ની બાંહેધરી પણ આપી હતી.કાર્યક્રમ ના અધ્યક્ષ ડો.આર.ડી.પંડયા એ પ્રેરક સંબોધન થકી છાત્રો ને વિકાસ ની નવી કેડી કંડારવા રાહ ચીંધી હતી.
આ ક્ષણે કોલેજના સ્ટુડન્ટ હાર્દિક જીંજાલાએ પોતાનો કોલેજ અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અત્રે ની કોલેજમાં જ્ઞાન અને સહકાર ની ભાવના ધરાવતા પ્રાધ્યાપકો હોવા સાથે હોસ્ટેલમાં પણ રહેવા તથા જમવાની સુચારુ વ્યવસ્થા પ્રાપ્ત થાય છે.આ તબક્કે ભરૂચ કૃષિ મહાવિદ્યાલયમાં સેમ ૧ માં અભ્યાસ કરતી કુ.સવદહ સૈયદે પોતાની અનોખી શૈલી માં કોલેજ પ્રત્યે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા સર્વે હાજર લોકો ને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. તેણી એ કોલેજમાં પર્યાપ્ત માત્રામાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોવાની માહિતી પૂરી પાડી હતી.વધુમાં ગર્લ્સ હોસ્ટેલ ખાતે સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન નો ઉલ્લેખ કરી વિદ્યાર્થીનિઓ ની શારીરિક અને માનસિક કાળજી લેવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.ઉક્ત કાર્યક્રમ માં કુલ ૧૫૦ જેટલા છાત્રો તેમજ કોલેજ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ડો.એસ.જી.પટેલે કર્યું હતું.
- અમઝદ સૈયદ,ન્યુઝલાઇન,વાગરા