- આમોદમાં કાર્યકરોએ મીઠાઈ વહેંચી વધામણાં લીધાં.
ભારત દેશના પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવતા પંજાબમાં આમ આદમી પાર્ટી ભવ્ય વિજય મેળવતા આમોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિજયોત્સવના વધામણાં લીધા હતા.અને એકબીજાને મીઠાઈ વહેંચી હતી.તેમજ સુત્રોચાર સાથે પાર્ટીના કાર્યકરોએ દુકાને દુકાને લોકોને મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરાવ્યું હતું અને આમોદ ચાર રસ્તા ઉપર ફટાકડા ફોડી આમ આદમી પાર્ટીના ભવ્ય વિજયને વધાવ્યો હતો.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના આમોદ તાલુકા પ્રમુખ દીક્ષિતા રાજે જણાવ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થતાં અમો આમોદના કાર્યકરોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી હતી.તેમજ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા મહામંત્રી પિયુષ પટેલે જણાવ્યું હતું કે પંજાબની પ્રજાએ ભ્રષ્ટાચાર મુક્ત સરકારને જે ભવ્ય વિજય અપાવ્યો છે તેથી અમો પંજાબની જનતાનો આભાર માનીએ છીએ.અને આમોદમાં મીઠાઈ વહેંચી વિજય મનાવ્યો હતો તેમની સાથે તેજસ પટેલ,સફિક આછોદી,એડવોકેટ જુનેદ જાદવ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ