દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે આગજની હોનારતમાં 18 પરિવારોના ઘરો બળીને ખાખ થઇ ગયા હતા, તેમજ તમામ પરિવારો બે ઘર બન્યા હતા, તેના સમાચાર અનેક તાલુકાઓ તેમજ જિલ્લાઓમાં વાયુવેગે ફેલાતા ઘણી સંસ્થા તેમજ ટ્રસ્ટો આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે.
ત્યારે દેડીયાપાડા સરકારી વિનયન કોલેજ નાં NSS અંતર્ગત કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં NSS નાં કોર્ડીનેટર રમેશભાઈ વસાવા દ્વારા વાર્ષિક NSS શિબિરના અર્થે દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામના 18 પરિવારોના ઘર આકસ્મિક આગ લાગતા બળીને રાખ બની ગયા હતા, જેમને મદદરૂપ થવાને અર્થે NSS નાં સ્વયં સેવકો દ્વારા દેડીયાપાડા ના હાટ બજારમાં ફંડ એકત્રિત કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સરકારી વિનયન કોલેજ ના 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, સાથે અંગ્રેજીના પ્રધ્યાપક મહેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા