વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ ગુજરાત સરકાર ના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રત્યેક જિલ્લાના જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા માહિતીના પ્રચાર પ્રસાર સાથે વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનનો કાર્યભાર સંભાળ્યો હતો, જે અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્ય માંથી ૫ લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં નર્મદા જિલ્લામાં મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા ધોરણ ૯ થી ૧૨ નાં કુલ ૨૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ માંથી ૧૩૧૪૭ વિદ્યાર્થીઓ એટલે કે ૫૬% વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન સ્ટેમ ક્વિઝ કરાયું હતું.
જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં થી ૪૧૦ વિદ્યાર્થીઓ ફાઇનલ ક્વિઝ માટે પસંદગી પામ્યા હતા, જેમાં નર્મદા જિલ્લાના ૧૦ વિદ્યાર્થીઓ ચૌહાણ સાગર, અન્સારી સભા પરવીન, દેશમુખ રુચિતા, નીરજ પાટીલ, માનવકુમાર પટેલ, મોહિત પટેલ, પંચોલી ધારા, ટોની બ્રૂઝ વેલા, અને પીંજારી અયાનની પસંદગી થઈ હતી.
આ ક્વિઝ સ્પર્ધામાં દેડીયાપાડા ના પાર્થ વિદ્યાલય નો ધોરણ ૯ માં અભ્યાસ કરતા અયાન ઇમરાન પીંજારીએ ભાગ લઈ તેમણે ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા