નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવાને મહિલાઓના અધિકાર અને પ્રશ્નોની સચોટ રજૂઆત અને હંમેશા ખડે પગે રહી દોડવા માટે ભારત સરકાર તરફથી રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, તેમજ ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા પંડિત દિન દયાળ ઉપાધ્યાય અંત્યોદય કૃષિ પુરસ્કાર-2018 થી પણ સન્માનિત કરવામાં આવ્યાં છે. ઉપરાંત સીઆઈઆઈ ફાઉન્ડેશન દ્વારા સજીવ ખેતી અને મહિલા સશક્તિકરણ માટે અવૉર્ડ એનાયત થયો હતો.
વિશ્વ આદવાસી દિન નિમિત્તે નર્મદા જિલ્લા ક્લેક્ટર પ્રશસ્તિ પત્રથી સન્માન કર્યું હતું. બાગાયત વિભાગ દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતા, જે પોતાના ગામની બહાર ક્યારેય નિકળ્યા નહોતા તે મહિલાને સજીવ ખેતીની વિશેષતા સમજાવવા માટે 17 દેશના પ્રવાસ માટે મોકલવામાં આવ્યા હતા.તેઓ ૨૦૧૩ થી મહિલા ખેડૂતોને બહેનોના નામે જમીન કરવાનું અને કઈ રીતે ટકાઉ ખેતી પોતાની કરતા થાય એ બાબતે તેઓ ખાસ પ્રયત્ન કરી રહ્યા છે અને શરૂઆતમાં તેઓએ પોતે કરી અને ત્યારબાદ તેઓ બીજાને પણ શીખવી રહ્યા છે જેને લઇને તેઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિના હસ્તે “નારી શક્તિ પુરસ્કાર” થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.ત્યારે આદિવાસી સમાજનું ગૌરવ વધારતા ઉષાબેન વસાવા નું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમને આ પુરસ્કાર મેળવવા પાછળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા નું ખાસ યોગદાન રહ્યું છે , અને તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા