કોરોનાના લાંબા સમય બાદ ભરૂચ શહેર અને જિલ્લાના પત્રકારોના પરિવાર માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સપરિવાર નગર પાલિકા પાસે આવેલ સી.એમ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેર-જિલ્લાના પત્રકારો પોતાના પરિવાર સાથે મિલનમાં જોડાયા હતા.કાર્યક્રમમાં હાલમાં જ યોજાયેલી પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા બાજા પરિવારના સભ્ય એવા પત્રકારોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘના વર્ષ દરમ્યાન યોજાયેલ કાર્યક્રમોની માહિતી મહામંત્રી જીતુ રાણાએ આપી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર પત્રકાર મિત્રોનું સન્માન કરાયું હતું સાથે એક સાંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાયો હતો.જેમાં એસોસિયેશનના સભ્યો જગદીશ સેડાલા,હરીશ પુરોહિત,અનીલ અગ્નિહોત્રિ અને આમંત્રીત કલ્પેશ બેરાવાલાએ કરાઉ કે ના તાલે સુંદર ગીતો લલકારી તાળીયોની દાદ મેળવી હતી.તો પરિવારની જ દિકરી અને પૌત્રી દ્વારા સુંદર નૃત્ય પણ રજૂ કરાયું હતું.
ભરૂચ સક્રિય પત્રકાર સંધ ના સી એમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ સ્નેહ મિલન સમારોહ માં સંઘના પ્રમુખ ઈંદ્રિશ કાઉજી, કારોબારી અધ્યક્ષ નવીન પટેલ, પૂર્વ પ્રમુખો,વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરનાર કન્વીનર પત્રકાર સચિન પટેલનું પુષ્પગુચ્છ આપી બહુમાન કરવા સાથે સ્નેહ મિલન સમારોહમાં સહયોગ આપનાર તમામ મિત્રોનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.