નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા અને સાગબારા ના વિસ્તારમાં કેટલીક લેભાગુ કંપની કે ટ્રસ્ટ દ્વારા સહાયના નામે આદિવાસીઓને લૂટવાનું કામ જોર શોર થી ચાલી રહ્યું છે, સવાલ એ છે કે આ સમગ્ર કારસ્થાન કોના આશીર્વાદ હેઠળ ચાલી રહ્યું છે..?

મળતી માહિતી મુજબ એક ગામ અને વિસ્તારમાં એક બે બોર સસ્તા ભાવે ઉતારી આપી ને લોકોનો વિશ્વાસ કેળવે છે અને આખરે લાખો રૂપિયા ભેગા કરીને થઇ જાય છે ફરાર..!

નર્મદા જિલ્લામાં આવાં કીસ્સાઓ કાયમ બનતાજ રહે છે, ક્યાં શુધી અભણ અને અજ્ઞાન આદિવાસીઓ સહાય કે મદદના નામે લુંટાતા રહશે? તંત્ર અને જીલ્લા પોલીસ માટે પડકાર….

સામાજિક અગ્રણી એવા માજી ધારાસભ્ય મોતિલાલ વસાવા દેડીયાપાડાએ જનહિતમાં એક લેખ પ્રકાશિત કર્યો હતો.

જેમાં લખ્યું કે, આથી દેડીયાપાડા તાલુકાનાં ખેડુત ભાઈઓને જણાવવાનું કે દેડીયાપાડા તાલુકામાં કેટલાક લોકો વિવિધ સંસ્થાઓના નામે તેમજ ભાજપ સિવાયની કેટલીક રાજકીય પાર્ટીનાં આગેવાનો દશ કે પંદર હજાર રૂપિયા ભરી ખેડૂતોને ખેતીનાં બોર મોટર કરી આપવાની જાહેરાતો કરે છે. ૧ બોર કરવા માટે ૩૦૦ ફુટનો ખર્ચ ૩૦ હજારથી ૩૫ હજાર રૂપિયા થાય છે. તો ઉપરની રકમ આપવાની છે તે એવી ભારત સરકાર કે ગુજરાત સરકારની કોઈ યોજના નથી અને જો હોય તો સરકારશ્રીનો પરિપત્ર અથવા જાહેરાત કે પછી સોસિયલ મિડિયા પર આવેલ સિંચાઇ કે ખેતીવાડી વિભાગની જાહેરાત આ બધી વિગતોની ચકાસણીની કર્યા પછી જો તમને યોગ્ય લાગે તો તમે જે રકમ આપો છો તેની રેવન્યુ સ્ટેમ્પ વાળી રસીદ મેળવવાનો આગ્રહ રાખો કે અમે આ પાર્ટી કે સંસ્થાને આ કામ માટે રકમ આપી છે. નહીં તો આવા ઘણા બધા છેતરપિંડીનાં ગંભીર બનાવો બને છે. તો આવી યોજનાઓનો લાભ લેતા પહેલા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગ્રામ સેવક કે તલાટી પાસેથી માહિતી મેળવી લેવી જરૂરી છે.

“જનહિતમાં જારી”,

મોતિલાલ વસાવા

માજી.ધારાસભ્ય,દેડીયાપાડા

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here