GIDC પોલીસે આરોપીની કસ્ટડી મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી.
અંકલેશ્વર GIDC માં આવેલ રેઇન લાઇફ સાયન્સ કંપનીમાં થયેલ રૂપિયા 3.70 કરોડ ઉપરાંતના કેમિકલ ચોરી મામલે વધુ એક આરોપી કોર્ટ સમક્ષ હાજર થતા GIDC પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે .
અંકલેશ્વર ખાતે આવેલ રેઇન લાઇફ સાયન્સ કંપનીમાંથી એન્ટ્રોવેસ્ટેટીન કેલ્શિયમ ટ્રાય હાઇડ્રેડ નામનો કેમિકલ પાઉડર કિંમત રૂપિયા 3 કરોડ 70 લાખ 21 હજારની ચોરી અંગેની ફરિયાદ GIDC પોલીસ મથકમાં ઓગસ્ટ 2020 માં નોંધવા પામી હતી .
આ મામલે પોલીસે અગાઉ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પંરતુ મૂળ અમરેલીના રહેવાસી અને હાલ રાજકોટના 47 ગણેશપાર્ક સોસાયટીમાં રહેતો આરોપી મયુર ચંદ્રકાંત સાદરાણીનાઓ ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર થયા હતા . જેઓ ગત તારીખ 04 માર્ચ 2022 ના રોજ અંકલેશ્વર ખાતે હાજર થતા કોર્ટે આરોપી મયુરનો કબ્જો GIDC પોલીસ મથકને સોંપતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .