ભરૂચ એસ.ઓ.જી ટીમે નકલી ભારતીય ચલણી નોટો બનાવવાના તેમજ મોટા પ્રમાણમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા આઇ.ટી.આઇ. તેમજ વીર નર્મદ યુનિવર્સીટીની નકલી માર્કશીટો બનાવવાના કૌંભાડનો પર્દાફાશ કરી બે આરોપીઓની અટકાયત કરી છે.
ભરૂચ એસ.ઓ.જી ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલ બાતમી આધારે એસ.એફ.૬૯,ઓમકાર-૨,કોમ્પલેક્ષ લોર્ડસ પ્લાઝા હોટલની બાજુમાં જુનો નેશનલ હાઈવે નંબર-૮ અંકલેશ્વર ખાતે /તાં ૦૦1૩૫1૦૪ ના નામથી સચીનભાઈ પ્રેમાભાઈ ખારવા તથા તેનો મિત્ર રાહુલકુમાર નરેન્દ્રભાઈ પરમારનાઓ પોતાની ઓફિસમાં જોબ પ્લેસમેન્ટના ઓથા હેઠળ બજારમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ન હોય તેવા ઉમેદવારોને ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ તથા યુનિવર્સીટી તથા /0૦૦૦ કોર્ષના બનાવટી સર્ટીફિકેટો બનાવી આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પોતે તથા તેઓના મળતીયા મારફતે કરી તેના બદલામાં મોટી રકમ મેળવે છે.
જે આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા ઓમકાર-૨ કોમ્પલેક્ષમાં બાતમીવાળી દુકાન તથા પોતાના રહેણાંક મકાનમાંથી આરોપીઓ સચીનભાઈ પ્રેમાભાઈ ખારવા રહે-૨૮૮,રામનગર સોસાયટી હાંસોટ જી.ભરૂચ અને રાહુલકુમાર નરેન્દ્રભાઈ પરમાર રહે-એ/૨૯, હરીઓમ નગર રેસીડેન્સી અંદાડા તા.અંકલેશ્વર જી.ભરૂચ એ એક બીજાના મેળાપીપણામાં પોતાના આર્થિક ફાયદા માટે નાપાસ થયેલ વિદ્યાર્થીઓના પાસ થયાના નકલી સર્ટીફિકેટસ ગેરકાયદેસર રીતે બનાવી આપી તેમજ રૂપીયા ૫૦ તથા ૧૦૦ ના દરની ભારતીય બનાવટની અલગ અલગ સીરીઝ નંબરની નકલી ચલણી નોટો બનાવી તેનો ખરા તરીકે બજારમાં ઉપયોગ કરવાના હેતુ માટે પોતાના કબજામાં રાખતા પકડાય જવા પામ્યા છે. આ અંગે પોલીસે તેમના વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.