અંકલેશ્વરમાંથી સગીરા સાથે દુષ્કર્મ આચારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ આરોપી વીરૂદ્ધ વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ-18મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતો સંતોષ વિનોદભાઈ શુક્લાએ એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવ અંગે શહેર પોલીસે દુષ્કર્મ, પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગતરોજ દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં ફરાર સંતોષ વિનોદભાઈ શુક્લાને અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આ આરોપી રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે.