જંબુસર તાલુકાના ટંકારી બંદર ત્યાં વર્ષો જૂની પ્રાથમિક કન્યા શાળા આવેલી છે.જેમાં ધોરણ એક થી આઠની ૨૦૦ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.શાળાનું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત હોય ધારાસભ્ય સંજયભાઇ સોલંકી દ્વારા રજુઆતો કરવામાં આવી હતી અને પ્રાથમિક કન્યા શાળાના નવીનીકરણ કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યા શાળાનું ૭૦ લાખ જેટલી માતબર રકમ નો ખર્ચ કરી આધુનિક સુવિધાઓથી સજ્જ નવું મકાન જે ત્રણ માળનું આઠ રૂમ તથા શૌચાલય પીવાના પાણી ફાયર સેફ્ટીની સુવિધા સાથે બનાવવામાં આવ્યું છે. જેની ઉદ્ઘાટન વિધિ જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય અને ટંકારીના પનોતા પુત્ર સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં અને તેમના હસ્તે તથા રિટાયર્ડ શિક્ષક વલીભાઈ એસ એમ સી અધ્યક્ષ રોહિતભાઈ મકવાણાના હસ્તે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી કરાયું હતું.
રિટાયર્ડ શિક્ષક વલીભાઈએ પુરાની યાદ તાજી કરતાં જણાવ્યું હતું કે પહેલા મિશ્ર શાળા હતી અને બ્રિટિશ સરકાર દ્વારા ત્રણ રૂમ બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સોલંકી માજી સરપંચ તેમજ ત્રણ રૂમ બનાવ્યા કાનજીભાઈ માજી સરપંચ દ્વારા પાંચ રૂમ બનાવ્યાં હતાં જેથી કુમારશાળાના હાલ ત્રણ રૂમ બ્રિટિશ સમયના અને ૮ રૂમ ગુજરાત સરકારના મળી કુલ ૧૧ રૂમો છે. આ શાળામાં સુંદર સંસ્કાર જ્ઞાન થકી ગામની શાળાની પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી તથા શિક્ષણ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. બાળકને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવી વધુ સારો અભ્યાસ કરે બાળકોએ કેળવણી રાખવી પડશે આગામી સમયમાં કુમાર શાળાનું પણ ખાતમુરત કરવામાં આવશે તેમ ધારાસભ્ય દ્વારા જણાવાયું હતું. આ નવનિર્મિત મકાનના ઉદ્ઘાટન પ્રસંગે રનકીપર સરપંચ જિલ્લા અગ્રણી પ્રભાતભાઈ મકવાણા આચાર્ય કોસમીયા ઉષાબેન સોલંકી સહિત ગામ અગ્રણીઓ શાળા સ્ટાફ હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર