-
ભરૂચ જિલ્લા BJP પ્રમુખ, ધારાસભ્યો એ પણ હાજરી આપી હતી
-
ફાયરિંગ કરનાર વિક્રમ ભરવાડ નામના યુવાનને CR પાટીલ સાથે ઘરોબાની વિગતો આવી સામે
-
રૂપિયાનો પણ વરસાદ કરાયો હતો, રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરવા હિલચાલ
અંકલેશ્વરના પાનોલીમાં અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રેરિત હિન્દુ ધર્મ સેના એવમ તૃષિકુલ ગોધામ આયોજિત ધર્મ સંમેલન તેમજ શાકોત્સવ યોજાયો હતો. જેમાં ભાજપ BJP પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, સુરત અને ભરૂચ જિલ્લાના ભાજપ અગ્રણીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સંતો-મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પતિલની રક્તતુલા પણ કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, વિધાનસભા ઉપદંડક ભરૂચ MLA દુષ્યંત પટેલ, અંકલેશ્વર MLA ઇશ્વરસિંહ પટેલ સહિત લિબાયત અને સુરતના ભાજપ પદાધિકારી અને આગેવાનો પણ હાજર હતા.રાતે યોજાયેલા લોક ડાયરામાં નોટોના વરસાદ વચ્ચે વિક્રમ ભરવાડ નામના યુવાને પિસ્તોલથી હવામાં 3 ફાયરિંગ કેયું હતું. જેનો વિડીયો વાયરલ થતા હવે રાજકીય ચણભણાટ અને ખળભળાટ પણ શરૂ થઈ ગયો છે.ફાયરિંગ કરનાર આ યુવાનના BJP પ્રદેશ અધ્યક્ષ સાથે સોશ્યલ મીડિયા ઉપર ફોટા પણ મુકેલા છે અને ઘરોબો હોવાનું પણ હવે ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડાયરાના સમયે યુવાને ફાયરિંગ કર્યું ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સહિત અન્ય MLA, MP અને ભાજપના પ્રમુખ ત્યાં હાજર હતા કે નહીં તેના ઉપર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ હવે ડાયરામાં ફાયરિંગમાં કયો ગુનો નોંધે છે. તેતો આવનાર સમય જ બતાવશે.