ભરૂચ તાલુકાના કેલોદ ગામે આદીવાસી ફળીયાના આવનજાવનના રસ્તે ગામના જ એક માથાભારે ઇસમે પોતાનું ઘર બનાવી દબાણ કર્યાની ફરિયાદની રીશે કેલોદના ડે.સરપંચને ૬ જેટલા ઇસમોએ માર મારતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.
આ ઘટનામાં કેલોદના આદિવાસી ફળીયાના રસ્તા ઉપર ગામના બળદેવભાઇ દેસાઇભાઇ પટેલે દબાણ કર્યાની અરજી આદિવાસી ફળીયામાંથી ભરૂચ તાલુકા વિકાસ અધિકારીને કરાતા સ્થળ તપાસ અર્થે ટી.ડી.ઓએ તલાટી અને સરપંચના ચાર્જમાં રહેલ ડે. સરપંચને સાથે રાખી ખરાઇ કરવા ગયા હતા.જે બાબતની રીશ રાખી બીજા દિવસે જ્યારે ડે.સરપંચ રાજેન્દ્ર ડાહ્યાભાઇ પ્રજાપતિ ઉ.વર્ષ.૫૭ રહે. રામજી મંદિર સામે કેલોદના પોતાન ઘરના ઓટલે બેઠા હતા ત્યારે ગત રાતે ૮.૩૦ કલાકની આસપાસ ભાવેશ બળદેવ પટેલ,હસમુખ મોતી પટેલ,જીતેન્દ્ર વિક્રમ પટેલ,ભાવેશ વિક્ર્મ પટેલ,પ્રણવ શાંતિલાલ પટેલ, જય હસમુખ પટેલે પ્રથમ સામાન્ય વાતચીત કરી અચાનક તમે જ અરજી કરી નું કહી ડે. સરપંચ ઉપર હૂમલો કરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.
ઘાયલ ડે.સરપંચને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસ મથકે વર્ધી જતા પોલિસે વધુ તપાસ હાથધરી છે.