સરકાર દ્વારા જનતાના આરોગ્ય અર્થે અનેક વિધ યોજનાઓ અમલમાં છે તથા તાલુકા હેલ્થ કચેરી અધિકારીઓ સ્ટાફ દ્વારા વખતોવખત માતા તેમજ બાળકોનોસર્વાંગી વિકાસ થાય ગુજરાતમાંથી કુપોષણ નાબુદ થાય બાળમરણમાં ઘટાડો થાય તે માટે ટ્રેનિંગ કેમ્પ યોજી જનજાગૃતિ ફેલાવવામાં આવે છે જે અંતર્ગત જંબુસર તાલુકા હેલ્થ કચેરી ઇન્ચાર્જ ટી એચ ઓ ઓમકારનાથ દેસાઇની સુચના અને માર્ગદર્શન હેઠળ પાંચ દિવસ આશાબેનનો માટે યોજાનાર હોમ બેઝ યંગ ચાઇલ્ડ કૅર તાલીમનો પ્રારંભ મેડીકલ ઓફીસર એસ આર વર્મા દ્વારા તાલીમ આપવાનો પ્રારંભ કરાયો હતો.
આશા બહેનોને આ ટ્રેઇનિંગ દરમ્યાન ત્રણ થી પંદર માસ સુધી બાળકોની આરોગ્યસંભાળ પોષણ વિકાસ કેવી રીતે વૃદ્ધિ થાય તે માટે આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઈ માતાને સમજણ આપી બાળકની તપાસ કરાવી જેના થકી બાળમરણનો ઘટાડો કરવાનો ઉદ્દેશ છે ને તે અંગે જન જાગૃતિ ફેલાવવામાં આવે તે માટે તાલીમ રાખવામાં આવી હતી .તાલીમ કાર્યક્રમમાં કાવી મેડીકલ ઓફીસર ઈમરાન ઘાસીયા તાલુકા હેલ્થ સુપરવાઇઝર સુમિત્રા પટેલ ટંકારી પીએચસીના સુપરવાઈઝર અમિતભાઈ હાજર રહી વિવિધ પ્રકારની આશા બહેનોને તાલીમ આપવાનો પ્રારંભ કરાયો જેમાં આશા બહેનોએ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર