- ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લીફટના ચાલી રહેલ કામકાજ દરમિયાન બની ઘટના
- અમદાવાદથી મિત્રને મળવા આવેલ યુવાન પગ લપસતા ૮માં માળથી પાંચમાં માળે પટકાયો
ભરૂચ સિવિલ હોસ્પીટલમાં નવનિર્મિત ઇમારતના ફ્લોર વધારવાનું કામકાજ સાથે દર્દીઓને ૮માં માળ સુધી જવા માટે યુદ્ધના ધોરણે લીફટનું કામકાજ ચાલે છે. દરમિયાન લીફ્ટનું કામ કરતા એક મિત્રને મળવા આવેલ એક યુવાનનો અચાનક પગ લપસતા તે ૮માં માળે થી પાંચમાં માળે પટકાયો હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર આજે સાંજે ૭.૪૫ની આસપાસ ભરૂચ સિવિલ હોસ્પીટલના નવા બિલ્ડીંગમાં ૮માં માળ સુધી દર્દીઓની સુવીધા અર્થે લીફ્ટનું કામકાજ ચાલી રહ્યું છે જેમાં કામ કરતા મહંમદ શહેબાઝ સમીર નાગોરીને મળવા અમદાવદના શાહપુર ખાતે નાગોરીવાડ પોલીસ ચોકી પાછળ ખાતે રહેતા ૧૮ વર્ષીય આયાન રાજુભાઇ શેખ આવ્યો હતો. આયાન જયારે આંઠમા માળે લીફ્ટનું કામ કરી રહેલ મીત્ર શહેબાઝને મળવા પહોંચ્યો દરમિયાન અચાનક તેનો લીફટના ખાંચામાં પગ લપસતા તે પાંચમાં માળે પટકાયો હતો.
૮માં માળ ઉપરથી પાંચમાં માળે પટકાવાના કારણે આયાનને માથામાં અને ડાબા હાથે ઇજાઓ પહોંચતા તકાલ સારવાર અર્થે ટ્રોમા સેન્ટરમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આયાનને બેભાન અવસ્થામાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડયો છે.