- 8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર કરીએ નજર તો સમગ્ર દેશમાં 60થી વધુ વયના 20 કરોડ વ્યક્તિએ હજુ સુધી કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી
ગુજરાતમાં કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે 10 કરોડને પાર થઇ ગયો છે. જેમાં 5.16 કરોડ દ્વારા પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે જ્યારે 4.72 કરોડ ફૂલ્લી વેક્સિનેટેડ છે. આ ઉપરાંત 17.47 લાખને પ્રીકોશન ડોઝ પણ અપાઇ ચૂક્યા છે. જોકે, રાજ્યમાં 4.51 લાખ સિનિયર સિટીઝન એવા છે જેમણે વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. આ ઉપરાંત 1.52 લાખ સિનીયર સિટીઝનો દ્વારા વેક્સિનનો માત્ર એક ડોઝ લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગે રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર 8 ફેબ્રુઆરી સુધીનાં ડેટા પર કરીએ નજર તો સમગ્ર દેશમાં 60થી વધુ વયના 1.20 કરોડ વ્યક્તિએ હજુ સુધી કોરોના વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. ગુજરાતની વાત કરવામાં આવે તો સિનિયર સિટીઝનોમાંથી 4,51,797 દ્વારા એકપણ ડોઝ લેવાયો નથી જ્યારે 1,52,415 દ્વારા માત્ર એક ડોઝ લેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી તામિલનાડુમાંથી સૌથી વધુ 26.26 લાખ, પશ્ચિમ બંગાળમાંથી 15.06 લાખ, મહારાષ્ટ્રમાંથી 13.02 લાખ, ઉત્તર પ્રદેશમાંથી 12.01 લાખ સિનીયર સિટીઝન દ્વારા કોવિડ વેક્સિનનો એકપણ ડોઝ લેવામાં આવ્યો નથી. ગુજરાતમાંથી સિનીયર સિટીઝનોને કુલ 1.43 કરોડ વેક્સિનેશન ડોઝ આપવામાં આવ્યા છે.