- નેત્રંગ તાલીકાના ગરીબ લોકોની મામલતદાર સમક્ષ રાવ
નેત્રંગ તાલુકાના બિલાઠા – વરખડી ના ગ્રામજનનોએ સરકાર દ્વારા આપવામા આવતું સસ્તુ અનાજ આપતા દુકાનદાર વિરુદ્ધ નેત્રંગ મામલતદાર ને આવેદનપત્ર પાઠવી તેનો પરવાનો રદ્દ કરવાની માંગ કરી હતી.
નેત્રંગ તાલુકા ના રૂપધાટ ગામે સરકાર માબાપ ની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાળ સસ્તા અનાજ ની દુકાન ચાલે છે. જેનુ સંચાલન ગ્રામના જ ઈશ્વર કાલીદાસ વસાવા કરે છે .આ સસ્તા અનાજ પર થી 100 આદિવાસી વસ્તી ધરાવતા વરખડી ગાલીબા તેમજ રૂપધાટ ગામના ગામજનનો ને અનાજ નો પુરવઠો આપવામા આવે છે.વરખડી બિલાઠા ના ગ્રામજનોએ તા. 11 ફેબુઆરી ના રોજ સરપંચ ગૌતમભાઇ વસાવા, તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ વંદનભાઇ વસાવા, ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ ગામીત ની આગેવાનીમા પાઠવેલ આવેદનપત્ર મા કરેલ રાવ મુજબ સદર દુકાનનો સંચાલક ગામનો જ હોય. પરંતુ બહાર ગામ રહેતા હોવાથી બહાર ગામથી દુકાન ચલાવવા આવતો હોય. જેઓ મહિનનાની આખર તારીખમાં જ એકજ વાર દુકાન ખોલી અનાજ નું વિતરણ કરતા હોય છે. તેમજ લાભાર્થીઓને પુરતો જથ્થો અનાજ નો આપતા નથી. મન ફાવે તે રીતે અનાજ નુ વિતરણ કરતા હોય છે. વધુમા અમુક વાર કુપન નીકળતા નથી. મહિનાની આખર તારીખ ના દિવસે દુકાન ખોલતા હોય જેના કારણે ગરીબ માણસો ને બહાર ગામથી આવતા લોકોને અનાજ મળતુ નથી.
બીજા દિવસે મહિનો બદલાતા આગલા મહિના નુ અનાજ આ કારણસર મળતુ નથી. દુકાન જાણી જોઇને આખર તારીખે ખોલવામા આવે છે. વધુમા આ દુકાન લાંબા સમયથી ચલાવતા હોય છે. અને બન્નેવ ગામની જનતા હેરાનપરેશાન હોય. લોકો આ સંચાલક થી ત્રાસી ગયેલ છે. આ સંચાલક નો પરવાનો રદ્દ કરવા ત્રણે ગામના લોકોએ માંગ લેખીત આવેદનપત્ર મા કરતા ચકચાર મચી જવા પામી છે.