- જુવાન છોકરાના મોતના પગલે માતાના આક્રંદે સિવિલ પટાંગણ હચમચ્યું.
રાજપારડીના સીમોદ્રા ગામ નજીક બે બાઇકો સામસામે ભટકાતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે યુવાનો પૈકી ૧ યુવાનનું ટુંકી સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવાને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાયો હતો.
રાજપારડીના સીમોદ્રા નજીક ઝઘડીયા નવી નગરીમાં રહેતા હિરેન્દ્ર વસાવા (ઉ.વર્ષ.૨૦) રાજપારડીથી ઝઘડીયા તરફ મોડી સાંજે આવી રહ્યો હતો.દરમિયાન સિમોદ્રા ગામ નજીક માં અમલઝડ ખાતે લગ્નમાંથી ભીલોડ ઘરે પરત જતા સંદીપ મંગા વસાવા સાથે સામસામે બંન્નેવની બાઇક ઘડાકાભેર્ર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બંન્નેવ બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી બંન્નેવ ઘાયલોને પ્રથમ સારવાર અર્થે અવીધા ખાતેના સરકારી દવાખાને ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન સંદીપ મંગા વસાવાનુ6 મોત નીપજયું હતું. જયારે હિતેન્દ્ર ગોકુલ વસાવાની હાલત વધુ ગંભીર બનતા તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.
અકસ્માત અંગે રાજપારડી પોલીસ મથકે વર્ધી જતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.