ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિહ ચુડાસમા તરફથી જીલ્લામા ગેરકાયદેસર રીતે થતી કેમિકલ ચોરી તેમજ બાયો ડીઝલના નામે વાહનો ઇંધણ તરીકે ભરી આપતા જવલનશીલ પ્રવાહીનુ વેચાણ,સંગ્રહ કરતા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામા આવેલ હતી.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા એલ.સી.બી ભરૂચ ના માર્ગદર્શન હેઠળ ગતરોજ રાત્રીના એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર ને.હા.નં-૪૮ ઉપર સુરત થી અંક્લેશ્વર તરફના રોડની બાજુમા કાપોદ્રા ગામની સીમમા આવેલ દ્વારકાધીશ હોટલના કંમ્પાઉન્ડમાં એક ઇસમ બાયો ડીઝલના નામે જવલનશીલ પ્રવાહી વાહનોમાં ભરી આપી વેચાણ કરે છે.
જે બાતમી આધારે એલ.સી.બી ટીમ દ્વારા મામલતદાર અંક્લેશ્વર તથા એફ.એસ.એલ અધિકારીને સાથે રાખી તપાસ કરતા હોટલના કંમ્પાઉન્ડમા બનાવેલ પતરાના શેડમા તથા પાર્ક કરી મુકેલ આઇસર ટેમ્પામા સંગ્રહ કરવામા આવેલ કુલ-૧૬૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો તથા વાહનો મા ઇંધણ તરીકે ભરી આપવા મુકેલ ફ્યુલ પંપ મળી આવ્યો હતો.
મામલતદાર તથા એફ.એસ.એલ અધિકારી દ્વારા ચકાસણી કરી મળી આવેલ પ્રવાહીનો જથ્થો જવલનશીલ હોવાનો તેમજ સંગ્રહ કરવા કોઇ મંજુરી ધરાવતા ન હોવાનુ જણાવતા મામલતદાર દ્વારા મળી આવેલ શંકાસ્પદ પ્રવાહી માંથી જરૂરી નમુનાઓ લઇ મળી આવેલ કુલ-૧૬૦૦ લીટર શંકાસ્પદ પ્રવાહી કી.રૂ.૯૬૦૦૦/- નો જથ્થો સીઝ કરાયો હતો.
પોલીસ ટીમે મળી આવેલ ઉપરોકત જવલનશીલ પ્રવાહી કોઇ પણજાતના ફાયર સેફટી અંગેના સાધનો સિવાય ગે.કા. રીતે સંગ્રહ કરેલ હોવાનુ જણાતા સ્થળ ઉપર હાજર મળી આવેલ મુદ્દામાલનો કબ્જો ધરાવનાર તેમજ જવલનશીલ પ્રવાહી પુરૂ પાડનાર મહેશભાઇ ઉર્ફે ગુગો રાજાભાઇ મેવાડા(ભરવાડ) રહે- ડાહ્યાપાર્ક સોસાયટી,વરાછા સુરત મુળ રહે- સીમરણ તા-સાવરકુંડલા જી-અમરેલી,અમનભાઇ રહે-સરથાણા સુરત (વોન્ટેડ)ની વિરૂધ્ઘમા એલ.સી.બી દ્વારા કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવા સાથે શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી કુલ-૧૬૦૦ લીટર કી.રૂ.૯૬૦૦૦/-,ડીઝીટલ ડીસ્પેનશર મશીન (ફ્યુલ પંપ) કી.રૂ.૩૫૦૦૦/-,આઇસર ટેમ્પા નં-GJ-16-AV-1599 કી.રૂ.૦૪,૦૦,૦૦૦/-, બે પ્લાસ્ટીક ની ટેન્ક કી.રૂ.૫૦૦૦/- મળી કુલ કી.રૂ. ૦૫, ૩૬, ૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.