જંબુસર તાલુકાના મગણાદ મહાપુરા અને આમોદ તાલુકાના માનસંગ પુરા ગામોની વચ્ચેથી પસાર થતી ઢાઢર નદી ઉપર વર્ષો પહેલા બનાવેલ ચેકડેમ ધરાશયી થયેલ છે લીફ્ટ ઈરીગેશન દ્વારા ૨૦ થી ૨૫ જેટલા ગામોના ખેડુતો સદર ચેક ડેમમાંથી સિંચાઈ માટે પાણી લઇ ખેતી કરતા હતા અને ચેકડેમ તૂટી પડવાથી સેંકડો એકર જમીનમાં ભરતીનું ખારૂ પાણી આવી જતાં ખેતીને ભયંકર નુકશાન થઇ રહેલ છે. ત્યારે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઇ સોલંકી તથા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રભુદાસ મકવાણા એ સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરિક્ષણ કરેલ હતું.
સરકારમાં કેટલાય વર્ષોથી ખેડુતોના હિતમાં ધારાસભ્ય દ્વારા સિંચાઈ તથા ગાંધીનગરના અધિકારીઓને રૂબરૂ લેખિત રજુઆતો કરવામાં આવી છે કે નવો ચેકડેમ બનાવવામાં આવે પરંતુ તંત્ર દ્વારા ખોટા રિપોર્ટો કરવામાં આવતા કોઈ વિભાગ જવાબદારી લેવા તૈયાર નથી તો સરકાર ખેડુતોના હિતમાં યોગ્ય પગલા ભરી તાકીદે નવા ચેકડેમની મંજુરી આપે તે માટે લોકમાગ ઉઠી છે આ સહિત પુરસા રોડ ઉપર આમોદ નગર પાલિકાનો બની રહેલ શુદ્ધીકરણ પાણીના પ્લાન્ટની મુલાકાત કરી વહેલી તકે યોજના પુરી થાય તે માટે ધારાસભ્ય દ્વારા સુચનો કરવામાં આવ્યાં હતાં મહાપુરા ચેકડેમ નિરીક્ષણ સમયે શરદસિંહ રણા અને ખેડુત અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ, ન્યુઝલાઇન ,જંબુસર