- મહિલા રેસ્ક્યુઅરે બન્નેંવ બહાર કાઢી બચાવ્યાં
મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના મહિલા રેસ્ક્યુઅર શીલાબહેને સાંકડી ગટરના પાઇપમાં ફસાયેલ ગલુડિયાને બચાવવા જાતે ગટરમાં ઉતરી બહાર કાઢ્યાં હતાં. આ ઘટનામાં તા. ૩૧મી જાન્યુઆરીએ સવારે જીલ્લા પંચાયતમાંથી વિપુલ ભાઈ નામે જીવદયા પ્રેમી સેવાકર્મીનો જીલ્લા પંચાયતના પ્રાંગણમાં સાંકડી ગટર માં પડી ગયેલા ગલુડિયાને બચાવવામાં મદદ માંગતો ફોન સંસ્થાની હેલ્પ લાઈન ઉપર મળતા પ્રમુખ જાસમીન બહેન દલાલ સાથે રેસ્ક્યુર શીલા બહેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘટના સ્થળે જોતા સાંકડી ગટરમાં નાના પાઈપમાં વચ્ચે ફસાયેલું ગલુડિયું કેવી રીતે બચાવી શકાય તેની તપાસ આદરી શીલા બહેને ગલુડિયા ને રેસ્ક્યુ કરવા મહામુશ્કેલી થી ગટર માં ઉતરવા પ્રયત્ન કર્યા હતા. ગલુડિયા ની માં પણ પોતાના બચ્ચા ને સહી સલામત પાછું મેળવવા આકળવિકલ બની ઊંચીનીચી થવા ઉપરાંત સાથે વેદનામય ચિત્કાર કરતી હતી. છેવટે કોઈ માર્ગ ના મળતાં ભરૂચ ફાયર બ્રિગેડની મદદ માંગવા માં આવી અને લાશકરો એ જહેમત ઉઠાવી ગલુડિયા ને સહી સલામત બાહર કાઢી મૂક્યું ત્યારે ગલુડિયાની માં ઉપરાંત સંસ્થા ના પ્રતિનિધિઓ તેમજ અન્ય ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી શાંતિ નો શ્વાસ લીધો હતો.