ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ સાગબારાના જાવલી ખાતે નર્મદા અને તાપી વચ્ચે વસવાટ કરતાં આદિવાસી લોકોને નર્મદા અને ઉકાઇ ડેમમાંથી લિફ્ટ કરીને સિંચાઇ પાણી આપવા માટે તિરંગા યાત્રા શરૂ કરી અને સાથે સાથે સાચા આદિવાસીઓને જાગૃત કરવા માટે દેવમોગરા માતાની પૂજા કરી સાથે દેશી પદ્ધતિથી આદિવાસી પરંપરાનું પાલન કર્યું. આ યાત્રા આજે સમગ્ર સગબારાનાં 30 ગામો મા યાત્રા ફરી હતી.
યાત્રાના આરંભે પોતાના વક્તવ્યમાં ધારાસભ્ય મહેશ વસાવા આક્રમક મૂડમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમારી બધાની જળ, જંગલ, જમીનની જગ્યા લઈને સરકારે ડેમ બાંધ્યા છે. પરંતુ તેનું પાણી આદિવાસીને મળતું નથી. પાણીનાં કરોડો રૂપિયા સરકાર કમાય છે. પરંતુ જનતાને સિંચાઈ માટે પાણીનું હજુ સુધી વ્યવસ્થા કરી શકી નથી. અમારી પ્રજા ડેમના કિનારે હોવા છતાં પણ પાણીના વિના વિકાસથી વંચિત છે અને જેમને જાગૃત કરવા માટે અને સિંચાઇના પાણી માટેનું આંદોલન ચલાવ્યું હતું.
આ સિવાય તેમણે કહ્યું કે, ખોટા આદિવાસી દાખલા ના કારણે એકલો આદિવાસી સેંકડો આદિવાસી સમાજના લોકોની નોકરી જાય છે. માટે સિંચાઇ માટે પાણી આપો તેવી માંગ કરી તે સિવાય બીજા એક મુદ્દાઓ પર પણ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આદિવાસી સમાજની સંખ્યાબંધ બહેનો નાની ઉંમરમાં વિધવા બને છે. જેનું મુખ્ય કારણ ગુજરાતમાં નકલી દારૂબંધી છે. જેના કારણે લોકો હલકી કક્ષાનો દારૂ પીવાથી આર્થિક શારીરિક અને માનસિક બીમારીથી મૃત્યુ પામે છે અને હજારો બહેનો નાની ઉંમરમાં વિધવા બને છે.