- સુરત જીલ્લાના “મોરથાણા” મુકામેથી આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી તથા નબીપુર પોલીસ
ગત તા.૨૦/૦૧/૨૦૨૨ ના રોજ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે ભોગ બનનાર બહેન અન્ય બે મહીલાઓ સાથે સીમમાં તુવેર વીણવા ગઇ હતી અને તે સમયે આ ૩ મહીલાઓ સામે આરોપીએ ખેતરમાં ગંદા ઇસરા કરતા ત્રણેવ મહીલાઓ ગભરાઇ અને ભાગવા લાગતા આ આરોપીએ ત્રણેવ મહીલાની સામે આવી અને બંદુક જેવુ હથિયાર બતાવ્યું હતું. જેમાં બે મહિલા ભાગી છુટવામાં સફળ રહી હતી.
જ્યારે એક મહીલા સામે બંદુક ટાંકીને તેને ડરાવી ધમકાવીને ભોગ બનનાર મહીલા બહેનનો હાથ પકડી તેને નજીકના શેરડીના ખેતરમાં લઇ જઇ,તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી અને ભોગ બનનાર મહીલાનો મોબાઇલ ફોન આંચકી લઇ ભાગી છુટ્યો હતો.
જે અંગે નબીપુર પોલીસ મથકે ભોગબનનાર મહિલાએ ફરીયાદ આપતા રેપ વીથ લુંટનો ગુનો દાખલ કરાયો હતો.જેમાં પોલીસે ગુનાઓ સબંધે ગંભીરતા દાખવી આ ગંભીર ગુનાના આરોપીને ઝડપથી ઝડપી પાડવા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ,ભરૂચ તથા ભરૂચ જીલ્લા એલ.સી.બી. તથા સ્થાનીક પોલીસને સુચના આપતા એલ.સી.બી. તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
આ દરમ્યાન ગુનાવાળી જગ્યાએથી થોડે દુર એક નંબર પ્લેટ વગરની બીનવારસી હોન્ડા સાઇન મોટર બાઇક મળી આવી હતી. જે બાઇક બાબતે તેના રજીસ્ટેશન તથા વાહન માલીકની માહીતી મેળવી સ્થાનિક પોલીસની એક ટીમ સુરત ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરતા બાઇકના માલીક દ્વારા પોતાની બાઇક જયેશ વસાવાને છેલ્લા બે મહિનાથી વાપરવા આપેલ હોવાની હકીકત જણાવતા ભરૂચ એલ.સી.બી. તથા નબીપુર સ્થાનિક પોલીસ દ્વારા આરોપી જયેશ વસાવાને સુરત ગ્રામ્ય જીલ્લાના “મોરથાણા”ગામેથી લુંટમાં ગયેલ મોબાઇલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પોલીસે આરોપીની મનોવૈજ્ઞાનીક ઢબે સઘન પુછપરછ ના અંતે આરોપી ભાંગી પડેલ અને તેણે આ ગુનો કર્યાની કબુલાત કરતા આરોપીને હસ્તગત કર્યો હતો. આ ગુનામાં વપરાયેલ હથીયાર તથા અન્ય બીજા મુદાઓસરની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટરે હાથ ધરી છે.