ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સુંદરમ જવેલર્સમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસની ઘટનામાં આવેલી છે.જ્યાં 3 લૂંટારુઓ ગ્રાહકના માત્ર ૧.૪૫ કલાકમાં જ પોલીસે ૩ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જેમાં લૂટારૂના સ્વાંગમાં ૩ ઇસમો આવ્યા હતા અને તેમના એક હાથમાં થેલી મોઢા ઉપર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને ૩ લૂંટારું દુકાનમાં પ્રવેશ કરતા જવેલર્સ ગૌરીશંકર ખુરશી ઉપરથી ઉભો થયો હતો.તેણે ટેબલ ઉપર મુકેલો પોતાનો મોબાઈલ પકડી ચેક કરવા જતાં તરત જ એક લૂંટારુંએ પાછળથી ઉભા થઇ જવેલર્સનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રીજા લૂંટારુએ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર બહાર કાઢ્યું હતું.
લૂટારૂ પૈકીના એકે જવેલર્સ ગૌરીશંકર કનૈયાલાલ સોનીનું મોઢું દબાવી તેને ટેબલ ઉપર સુવાડી દેવાના પ્રયાસ કરતા જવેલર્સે પ્રતિકાર કરી બુમરાણ મચાવતા ત્રણેવ લૂંટારું પકડાઈ જવાના ભયથી શો રૂમમાંથી બહાર ભાગવા ગયા હતા. જેની પાછળ જવેલર્સ પણ દોડીયો હતો.
ઝાડેશ્વર રોડ ઉપર બહાર શોપિંગ સેન્ટરમાં જવેલર્સની બુમરાણ અને 3 આરોપીની નાસભાગ વચ્ચે જોતજોતામાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ ઉપર તત્કાલિક આવી જઇ આ ત્રણ લૂંટારું સાથે જેકેટમાં રહેલા શંકાસ્પદ ચોથા લૂંટારુંને પોલીસે તુલસીધામ નજીક ભીડમાંથી ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે લૂંટના આ પ્રયાસની તમામ ગતિવિધિઓ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ લૂંટની ઘટનાને અંજામ આપવા બિહારથી બે સાગરીતો ૨૧ વર્ષીય ચંદનકુમાર સુભાષ કુશવાહ અને મુકેશ કુમાર સોનીને બોલાવી વાગરાના વડદલા ગામે રૂમ ભાડે અપાવી હતી. લૂંટ માટે ભરૂચના ભોલાવ સ્થિત એસ.ટી. ડેપો પાસેથી રૂ.એક લાખની અપાચી બાઇક ચોરી કરી હતી. જે બાદ ચાઈનીઝ બનાવટની નકલી પિસ્તોલ, ચપ્પુના જોરે લૂંટ કરવા ત્રણેવ ઝાડેશ્વર સુંદરમ જવેલર્સને ત્યાં ગયા હતા.
જોકે હાજર કર્મચારીની સમયસૂચકતા અને બહાદુરીના કારણે લૂંટનો ખેલ ઊંધો પડ્યો હતો. ત્રણેવને ભાગવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં બે જાગૃત લોકોની સતર્કતા અને સી ડિવિઝન પોલીસ, ડી સ્ટાફ સહિતની સમયસૂચકતાથી એક આરોપી સ્થળ નજીકથી જ્યારે એક અંકલેશ્વર રેલવે સ્ટેશન અને ત્રીજો ભરૂચની શ્રવણ ચોકડીથી માત્ર પોણા બે કલાકમાં જ ઝડપાઇ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા એક આરોપીને વિદેશમાં કોઈ કંપનીમાં તેની નોકરી નક્કી થઈ જતા તેને દહેજની બિરલા ગ્રાસીમ કંપનીમાંથી વર્ષ ૨૦૨૧ માં પ્રોડકશન મેનેજર પદેથી રાજીનામુ આપી દીધું હતું. જેથી તે કંપનીમાં બે મહીનાના નોટિસ પિરિયડ ઉપર હતો અને વિદેશ જવા પ્રયત્નો કરી રહ્યો હતો.
જોકે લોકડાઉનના લીધે મેનેજર તરીકે ફરજ બજાવતો અને ભરૂચમાં હાલ અભ્યોદય હાઇટ્સમાં રહેતો અમનકુમાર કોરોનાને કારણે વિદેશ જઈ શક્યો ન હતો. તે આર્થિક ભીંસમાં આવી જવા સાથે વિદેશ જવા માટે મૂડી ભેગી કરવા માટે ઝાડેશ્વરમાં વાર તહેવારે સોનુ ખરીદવા સુંદરમ જવેલર્સમાં જતો હોય લૂંટનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસની આ કામગીરીની ગુહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સરાહના કરી છે. આ અંગે ભરૂચ જિલ્લા ASP વિકાસ સુંડાએ પત્રકાર પરિષદ યોજી સી ડિવિઝન સહિત જિલ્લા પોલીસ અને 2 જાગૃત લોકોની કામગીરીને બિરદાવી છે. જેમાં બન્ને જાગૃત નાગરિકનું સન્માન કરવાની પણ ભરૂચ જિલ્લા પોલીસ વડા SP રાજેન્દ્રસિંહ ચુડાસમા એ જાહેરાત કરી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ સાથે તેમની પાસેથી 3 મોબાઈલ, ચોરીની બાઇક, ચપ્પુ અને ચાઈનીઝ પિસ્તોલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.