The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ

ભરૂચ કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભોગાયતા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિની ઉપસ્થિતિમાં “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ”ની થીમ પર રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ ની વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ હતી.

ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી દેશના તમામ નાગરિકો માટે ગર્વ લેવા જેવી બાબત છે. લોકશાહીને મજબૂત અને સુદ્રઢ બનાવીએ એ આપણી ફરજ છે. મતદાર એ લોકશાહીને મજબૂત બનાવવા માટેનો પાયો છે તેમ જણાવી ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવા નાગરિકો મતદાર યાદીમાં નોંધણી કરાવી મતદાન માટે લાયક બને તેમ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, મતદારોએ લોભ લાલચથી દુર રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મજબૂત રાષ્ટ્રના નિર્માણ કરવા સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિએ, રાષ્ટ્રીય મતદાતા ઉજવણીનો ઉદ્દેશ સમજાવ્યો હતો. તેમણે બારમા રાષ્ટ્રીય મતદાતા દિવસમાં “ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ સુગમ અને સહભાગી બનાવીએ”ને અનુરૂપ ભારતીય ચૂંટણીપંચનો મહત્વપૂર્ણ હેતુ સાકાર કરવાની દિશામાં સૌને કટિબધ્ધ બનવા જણાવ્યું હતું. પ્રારંભમાં નાયબ ચૂંટણી અધિકારી ભોગાયતાએ સ્વાગત પ્રવચનમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની રૂપરેખા આપી જિલ્લાની ચૂંટણી મતદાર નોંધણી કામગીરી અંગેની વિગતો આપી હતી. અંતમા આભારવિધિ ચૂંટણીશાખાના મામલતદારે કરી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરના હસ્તે શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે એચ.ડી.બિલડીયા – મામલતદાર અંકલેશ્વર અને શ્રેષ્ઠ નાયબ મામલતદાર(મતદાર યાદી) તરીકે જીગર વી. વસાવા, શ્રેષ્ઠ બી.એલ.ઓ. સુપરવાઈઝર મયુદીન જી. ડેરીવાલા, મકસૂદ અલી ખોટા, છગનભાઈ મયુરભાઈ બોરીછા, શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકે નરેન્દ્રભાઈ એસ. વસાવા, સિરાજ અહમદ ઈસા પટેલ, મલેક મહીયુદીન મોહમ્મદ તથા શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે સાલેહા ઈલ્યાસ પટેલ(જે.પી.સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ), દિગ્વીજયસિંહ એન. કોસાડા(દીપ જ્યોતિ ઓફ કોમર્સ), જૈમિની જીતેન્દ્રભાઈ સુરતી(સરકારી એન્જીનિયરીંગ કોલેજ)ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા સહિત ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રીય મતદાતા દિવસના સામૂહિક સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચ લોકસભા બેઠક પર પહેલું નામાંકન ભાજપના મનસુખ વસાવાએ ભર્યું

ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ...

મોદી પરિવારની વચનબદ્ધતા સાથે ભરૂચ ભાજપની ભોલાવમાં મળી ભવ્ય સભા

ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રી નગરના કોમન પ્લોટ ખાતે...

પાવાગઢ પગપાળા જતા સંઘને નડ્યો અકસ્માત, ૧ પદયાત્રીનું મોત, ૨ ઘાયલ

ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત...

ભરૂચની સુજની વણાટને પ્રથમ જીઆઈ ટૅગ પ્રાપ્ત થયો

પ્રોજેક્ટ રોશની એ CSR પહેલ છે જેનો ઉદ્દેશ્ય ભરૂચની...
error: Content is protected !!