નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા ગરીબ આદિવાસી દર્દીઓ માટે ફોકડી ગુપ ગ્રામપંચાયત ના માજી મહિલા સરપંચે ધાબળા નુ દાન કરતા હોસ્પિટલ પરીવાર સહિત દર્દીઓમા આનંદ ની લાગણી ફરી વળી છે.
નેત્રંગ રાજપારડી રોડ આવેલ ઉડી ગામ મા રહેતા ઉર્મિલાબેન દલુભાઇ વસાવા કે જેઓ ફોકડી ગુપ ગ્રામપંચાયત ના માજી સરપંચ તરીકે સેવા આપી છે.ઉર્મિલાબેન વસાવા નેત્રંગ પંથક મા એક આદિવાસી સમાજ ના અગ્રણી સામાજીક કાર્યકર હોઇ. કોરોના કાળ દરમ્યાન તેઓ થકી ગ્રામ્ય વિસ્તારો મા અનાજ ની કીટ નુ વિતરણ કરવામા આવેલ તેમજ આદિવાસી વિધવા મહિલાઓને સાડીઓનુ વિતરણ કરવામા આવ્યુ છે. તાલુકા ની કેટલીક શાળાઓમા બાળકો માટે પુસ્તકો નોટોનુ પણ વિતરણ કરવામા આવ્યુ છે. તાજેતર મા પોલીસ ભરતી મા આદિવાસી બાળકો ને મફત ટેનીગ આપવા કલાસ શરૂ કયો હતો. ત્યારે નેત્રંગ રેફરલ હોસ્પિટલ મા સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓ માટે શીયાળાની કાતિલ ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે તેઓ થકી ૫૦ નંગ ગરમ ધાબળા આપવામા આવતા રેફરલ હોસ્પિટલ પરીવાર સહિત દર્દીઓ મા આનંદ ની લાગણી ફરી વળી છે.
- દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન,નેત્રંગ