- વિના મુલ્યે સેવા અપાશે
- દંડક દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ કરી ઉદ્ધઘાટન કરાયું
ભરૂચ શહેર અને જિલ્લામાં લોકસેવા માટે હમેશા તત્પર રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા કોરોના મહામારીમાં શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી છે. અગાઉ વિના મૂલ્યે રસીકરણ, માસ્ક, દવા અને કીટ સહિતની સેવા પૂરી પાડવામાં આવી હતી. જે બાદ હાલ કોરોનાની ત્રીજી લહેરમાં રોટરી કલબ ઓફ ભરૂચ એકવાર ફરી આગળ આવ્યું છે.
આજરોજ રોટરી ક્લબના હોલ ખાતે વિનામૂલ્યે કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર અને કોન્સટ્રેટર ઓક્સિજન મશીન આપવામાં આવ્યું હતું. આ સેવાનું વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ કરી ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી કલબના પ્રમુખ ડો.વિક્રમસિંગ પ્રેમકુમાર,અનિશ પરિક અને સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.