ભરૂચ તાલુકાના વરેડિયા ગામે આવેલી ભ્રીગુ ફૂડસ કંપનીના 250 જેટલા કામદારોને વધારે કલાક કામ અને ઓછું વેતનને લઈ રજુઆત કરતા કામે નહિ આવવા કહી દેતા તેઓ કંપની સામે કલેકટર કચેરીએ રજુઆત કરી હતી.

ભરૂચ તાલુકાના વરેડીયા ગામ પાસે આવેલી ભ્રીગુ ફૂડ્સ કંપનીના ગેટ ઉપર કામદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. કામદારોનું કહેવું છે કે, અમારા લોકોનું શોષણ થઈ રહ્યું છે અને અમારા લોકોને 10 કલાક કામ કરાવે છે. જેના પગલે કંપનીના ગેટની બહાર ગઈકાલે કામદારો સમાન કામ સમાન વેતનની માંગ સાથે આંદોલનનું રણસિંગું ફૂંક્યું હતું.

કામદારોએ પગાર વધારાની માંગ ઉઠાવી હતી. બીજા દિવસે કામદારો ફરજ ઉપર જતા તેઓને પરત કાઢ્યા હતા અને પરપ્રાંતીઓની ભરતી કરાઈ હોવાનું રટણ કરતા 250 જેટલા કામદાર ભરૂચ કલેકટર કચેરી ખાતે દોડી આવી લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભ્રીગુ ફૂડ્સ કંપની સામે પગલા ભરવાની માંગ ઉઠાવી છે અને આગામી દિવસોમાં હજુ ફરજ ઉપર લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. સાથે કામદાર મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કંપનીમાં વોશરૂમમાં તાળા મારી રાખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here