ભરૂચ જિલ્લાના અટાલી ખાતે આદિવાસી બાળકોના અભ્યાસાર્થે વર્ષોથી કાર્યરત આશ્રમશાળાના નવા બિલ્ડીંગનું ખાતમહુર્ત રોજરી કંપની લિમિટેડ તથા યુનિટોપ કંપની જોલવા દ્વારા કરવામાં આવ્યું હતું.
અંદાજિત બે કરોડ ની આસપાસના ખર્ચના આ પ્રોજેક્ટમાં રોજરી કંપની લિમિટેડ તથા યુનિટોપ કંપની જોલવા દ્વારા 1965 ની સાલમાં આશ્રમશાળા ની સ્થાપના થયેલી જર્જરીત બિલ્ડીંગ્ની હાલત જોતા કંપનીના ડાયરેક્ટર ગડકરી, મેનેજર અશોક ચૌહાણ તથા અન્ય અધિકારીગણ સાથેની ટ્રસ્ટીઓ અને શાળાના પ્રિન્સિપાલની અવારનવાર મીટીંગો દ્વારા સીએસઆર ફંડ હેઠળ નિર્ણય કરી રોજરી કંપની લિમિટેડ તથા યુનિટોપ કંપની જોલવા દ્વારા નવી બિલ્ડીંગ બનાવવાનું ખાતમુહૂર્ત કરાતા આનંદ છવાયો હતો.
આ ખાતમુહૂર્ત પ્રસંગે કંપનીના ડાયરેક્ટર ગડકરી, મેનેજર અશોક ચૌહાણ તથા અન્ય અધિકારીગણ સંસ્થાના ટ્રસ્ટી પદ્માબેન હિંમતસિંહ યાદવ તથા અન્ય ટ્રસ્ટીઓ શાળાના પ્રિન્સિપાલ જશુભાઈ પ્રજાપતિ, સ્ટાફગણ નાના ભૂલકાઓ હાજર રહ્યા. આશ્રમશાળા સંસ્થા દ્વારા બીજી કંપનીઓ પાસે પણ આ મહાયજ્ઞમાં જોડાઇ મદદરૂપ થવા નમ્ર વિનંતી કરાઇ હતી. કાર્યક્રમના અંતે આશ્રમશાળા પરિવાર ને અલ્પાહાર પણ આપવામાં આવ્યો હતો.