•ઝઘડિયા ખાતે એક હિન્દૂ આગેવાન મંદિર બાંધવાના વિરોધમાં : માતાજીના મંદિરનું બાંધકામ અટકાવ્યું
એક તરફ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને સત્તાધારી પક્ષ ખુદ ભારતીય જનતા પાર્ટી સંસ્કૃતિની દુહાઈઓ આપે છે. સનાતન ધર્મના ગાણા ગાય છે. મંદિરો બાંધવાની હિમાયત કરે છે. તેવામાં સનાતન ધર્મ અને હિન્દૂ સંસ્કૃતિને લાંછન લાગે તેવો કિસ્સો ઝઘડિયામાં બહાર આવ્યો છે.
ઝઘડિયા ખાતે એક સોસાયટીમાં એક વ્યક્તિએ પોતાના રહેઠાણના ચાર પ્લોતની 4500 સ્કવેર ફૂટ જમીનમાં પોતાનું મકાન બનાવવાના સ્થાને અંબે માતાનું મંદિર બનાવવાની શરૂઆત કરતા જ એક આગેવાનો મંદિર સામે વિરોધ ઉઠાવી ધમકીઓ આપી કામકાજ બંધ કરાવી સનાતન હિન્દૂ ધર્મની સંસ્કૃતિના લીરેલીરા ઉડાવ્યા છે.
કમનસીબી એ વાતની છે કે મંદિર વિરોધી આગેવાન ભાજપ સાથે જ જોડાયેલો છે. જેના કારણે વિવાદ વધુ છેડાયો છે. આનાથી વધુ આ આગેવાન ભાજપના જ સિદ્ધાંતો અને નિષ્ઠા ને નેવે મૂકી લોકોનું શોષણ કરતો હોવાની ફરિયાદો પણ ઉઠતી રહી છે. આપખુદ બનેલા આ આગેવાનની ધર્મ વિરોધી પ્રવૃત્તિને લઈ સીધે સીધી ભાજપની છબી પણ ખરડાઈ છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ જિલ્લામાં કાંકરિયા ધર્માંતરણ વિવાદ ચાલી રહયો છે. આર એસે એસ સહિતના હિન્દુવાદી સંગઠનો મેદાને પડ્યા છે. ધર્માંતરણ કરાવનારાઓ સામે ફરિયાદો થઈ છે. આરોપીઓની ધરપકડ થઈ છે. અને હિન્દુવાદી સંગઠનો ” યે તો એક ઝાંખી હૈ ” નો હુંકાર કરી હિન્દૂ ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ સામે લડાયક મિઝાઝ બતાવે છે. તેવામાં હિન્દુવાદી પક્ષના જ આગેવાન હિન્દૂ ધર્મ વિરોધી કૃત્ય કરતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે હિન્દુવાદી સંગઠનો આ ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.
આવા તત્વોનો તો ગ્રામ જનોએ જ વિરોધ ઉઠાવી ઘરભેગા કરી દેવા જોઈએ. આવા તત્વો ઘર ભેગા કરવા એનાથી મોટું ધાર્મિક કાર્ય બીજું કોઈ હોઈ ના શકે.
જગદીશ પરમાર,ભરૂચ મો: 94271 16916